આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બોર ખવાય નહિ. બોરે બોરડી ભરાઈ ગઈ ને કાચાં બોર પાકી પડ્યાં. ઊંચી બોરડી નીચી નમી. રોજ પાંચપચીસ બોર ખરી પડે તે નાનાં છોકરાં ઉપાડી લે. વિજુભાઈ હાથ લાંબો કરે ને પાંચપચીશ બોર ઉતારે. બેચાર મોઢામાં મૂકે ને પાંચદસ બોર ઘરમાં લાવે. સવારબપોર પંખીઓ આવે તે પચીશપચાસ બોર ચાખે.

વાડાની બોરડીને બહુ બોર આવ્યાં. ઘરમાં ય ખાય, પાડોશીને ય આપે, અને વળી પંખીઓ ય ચાખે. પણ તો ય બોર એટલાં ને એટલાં !