આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નોંધ એવી એક સૂચના કરવામાં આવી છે કે ગાંધીજીએ પોતાના લેખાના સગ્રહ ક્રીથી તપાસી જઈ પોતાના આજના વિચારીને જ પ્રગટ કરે એવી રીતે તેની સુધારેલી આવૃત્તિ જ બહાર પાડવી. આ સૂચના મને બરાબર લાગતી નથી. પણ આ નથી કદાચ સામાન્ય વાચકને મદદ મળશે. આ પુસ્તક ‘ વર્ણ વ્યવસ્થા ' વિષેનું કાઈ સાંગાપાંગ શાસ્ત્ર કે કાયદા નથી. પણ, પચ્ચીસ વર્ષ દરમ્યાન ગાંધીજીની ભાવના અને વિચારાના કઈ રીતે વિકાસ થયે તેના ઇતિહાસ છે. વળી, જો કે તે એકલા એના લેખક છે, છતાં કેટલેક અંશે તે પોતાના તેટલા જ હિંદુ સમાજના ડીક ઠીક ભાગના વિકાસનાયે સાક્ષી છે. જે વસ્તુ આજે પોતે મૂકે તે કરતાં વધારે નખળી રીતે મુકાયેલી હાવા છતાં, તેઓ હિંદુ સમાજને સહેલાઈથી સમજાવી શકતા નહાતા, તે કરતાં વધારે કઠણ વસ્તુ આજે તેને સમજાવી શકે છે. આ બતાવે છે કે એક પેઢીમાં હિંદુ સમાજમાં કેટલી વિચારક્રાન્તિ થઈ છે. સમાજના અભ્યાસી માટે આ સાક્ષી કાયમ રહે એ સારું જ છે. ઉપરાંત, હજુયે આગળ પર પોતાના વિચારામાં ફરક ન પડે તેની શી ખાતરી? તે સત્યના શાશ્વક હોઈ જેટલું અને જેવું સત્ય પોતાને સમજાતું જાય છે તેમ તેને રજૂ કરે છે, અને વધારે દૃનની આકાંક્ષા સેવે છે. એટલે વખતેાવખત બધા વિષ્ણેાના બધા લેખાનું સશોધન કરાય? આ અસભવ છે. દરેક લેખની નીચે તારીખ મૂકેલી હોવાથી, અને અનેક ઠેકાણે પોતાના છેલ્લા વિચાશને જ વધારે સાચા સમવાની ચેતવણી આપેલી હોવાથી, બુદ્ધિ ચલાવનાર પ્રામાણિક શાધકની દિશાભૂલ થઈ શકે એમ નથી. તે છતાં જો કાઈ માસ નવા વિચારને છેડી જૂના વિરોધી વિચારને ટાંકે તો સમજવું જોઈ એ '