આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૮
વર્ણવ્યવસ્થા

વષ્ણુવ્યવસ્થા “ અમારી જ્ઞાતિમાં ખંભાતી, આગ્રી, દમણી, પેટલાદી અને સુરતી તથા બીજા અન્ય લાડ બધુએના સમાવેશ થાય છે. તેમાં બેટીવહેવાર પહેલી ચાર સાથમાં છે. છેલ્લાં વીસથી ત્રીસ વર્ષ દરમિયાન પ્રમુખની ચૂંટણી પહેલી જણાવેલી ચાર સાથમાંથી થતી આવે છે ને થાય છે. આ વર્ષની જ્ઞાતિસભામાં એક એવા પ્રકારને હરાવ ઉપલા ચાર સાથમાંથી લાવવામાં આવ્યા હતા કે, પ્રમુખ તથા મત્રી થવાનો હક જે લોકો એટીવહેવાર અને મુંબઈની લાડ જ્ઞાતિની સવાપરી સત્તા માન્ય રાખે તેમને જ છે. આ રાવેની તેરુ સુરતી લાડ ભાઈઓની લાગણી ઘણી જ દેખાઈ; ને લગભગ અઢીસથી ત્રણસે માણસની સહીનું રેવીઝીશન કમિટી ઉપર મેકલવામાં આવ્યું હતું. પરંતુ કમિટી હતુ સુધી કોઈ પણ જાતને નિર્ણય કરી શકી નથી. હાલનું વાતાવરણ એટલું બધું ખરાબ છે કે, કદાચ જ્ઞાતિમાં તડ પડી જવાની તેમ જ કોમાં મામલે વા સભત્ર છે.” આ ખબર જો ખરી હોય તે દુઃખદ છે. તેમાં પ્રમુખપદ અને મંત્રીપદને સારું લડાઈ શી? સુરતી, આગ્રી, દમણી ઇ ભેદ શા? લાડ યુવકમ ડળની સભામાં હું જ્યારે ગયેલ ત્યારે મારી ઉપર સરસ છાપ પડી હતી. પ્રમુખપદ સેવાને અર્થે હોય, માનને અર્થે નહિ જ. મંત્રી તો સમાજને નોકર છે. આ સ્થાનને સારુ સ્પર્ધા હાય તાયે તે મીકી જ હોવી જોઈ એ. મારી ઉમેદ છે કે, ઉપરના કલેશ બંને પક્ષ હળીમળીને દૂર કરશે, વણિક માત્ર મળીને એક જ્ઞાતિ કાં ન અને ? એવા ધમ કયાંયે નથી સમજાયે કૅ, વૈશ્ય જાતિમાં કન્યાની આપલે ન થઈ શકે. હું પેટાજ્ઞાતિઓને કેટલેક અંશે માન આપું છું, તે કેવળ સમાજની સગવડને અર્થે. જ્યારે ઉપર જેવા કિસ્સા અનુભવું છું ત્યારે એમ જ થાય છે કે, ઇરાદાપૂર્વક આ છંધનેાને છેદી તેમાંથી મુક્તિ મેળવવી ને મેળવાવવી. ch. ૩૫-'૨૫