આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૬. જ્ઞાતિબહાર જે સમાજના મહાજન વગર વિચારે, કેવળ માહથી, વહેમથી, અજ્ઞાન કે ઈર્ષ્યાથી દરવાઈ જઈ, અહિષ્કાર કરે છે તે સમાજમાંથી આપણે ત્યાગ થવા એ તેમાં રહેવા કરતાં ષ્ટ છે; કેમકે, એક પણ સનિષ્ઠ વ્યક્તિને ત્યાગ સમાજ કરે તે તેમાં ખીજા સત્ય- નિષ્ઠ ક્રમ રહી શકે ? આ તો એક સિદ્ધાંતની વાત થઈ, એને અમલ હંમેશાં ન થઈ શકે, તેયે તે યાદ રાખવાની જરૂર છે. આજકાલ મહાજનને ત્રાસ વધતો જાય છે એમ જોવામાં આવે છે. અત્યજને જમાડયો એ પણ ગુન ગણનાર મહાજન પડ્યાં છે. અત્યજને એક પક્તિએ બેસાડનાર અને તેમાં સંમતિ આપનાર હિંદુ પાપી ગણાય છે. આવા પાપીના સમાજમાં તે જે જે પુણ્યાત્મા આપણી વચ્ચે હો તે બધા દાખલ થાઓ. મરીને જ કરશે. પણુ અહિષ્કાર કેમ સહન થાય ? જમણુ ન મળે, ધોબીને બંધ કરે, હજામને બંધ કરે ! દાક્તરને પણ બંધ કાં ન કરે ? છેવટ મારી નાંખવાનું જ ખાધ રહ્યું ના ? બહિષ્કૃત સુધારકમાં મરણ પર્યંત અડગ રહેવાની શક્તિ હોવી જ જોઈ એ. અત્યજની આત્યંતિક સેવા ા વિશુદ્ધ થયેલા હિંદુ જમણુની શી અગત્ય ? ઘેર બેઠાં સ્વયંપાકી થઈ ને શાંતણે ભેજન કાં ન કરીએ ? ધોખી કપડાં ન ધુએ તે હાથે ધોઈએ ને પૈસા બચાવીએ. હજામત હાથે કરવી એ તે આજે સામાન્ય વસ્તુ છે. પણ કન્યાને ક્યાં વરાવવી ? તે છેકરાને સારુ કન્યા ક્યાં શોધવી જો જ્ઞાતિમાં જ વર અથવા વધૂ શાધવાનો આગ્રહ હોય તો, તે તે ન મળે તે, સંયમ પાળવા. એટલા સંયમની શક્તિ ન હોય તો બીજી જ્ઞાતિમાં શોધ કરવી. તેમાંયે નિરાશ થવાય તો અરિહા વસ્તુને વિષે ઉદાસીન રહેવું.