આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૬
વર્ણવ્યવસ્થા

વસ્તુ વસ્થા વળી, મહાજનને પચની મારફતે ફૈસલે કરવાનું કહેતાં મહાજન ઇનકાર કરે છે, હવે આવા જુલમગાર મહાજનને અદાલતેામાં લઈ જવા કે નહિ ?” આનો જવાબ હું તો એક જ આપી શકે: મહાજન ગમે તેટલા જુલમ કરે છતાં તેમને અદાલતમાં ને લઈ જવાય. તેમની ઇચ્છામાં આવે તે સા તે કરે. તેવી સન્ન ભાગવવાથી મહાજનને રાજ નબળા પડે છે મૈં તે તે પસ્તાય છે. વળી, જ્યાં મહાજન અન્યાય કરે છે ત્યાં તો બહિષ્કાર આવકારદાયક વસ્તુ ગણાવી જોઈએ. જે જ્ઞાતિમાં કન્યાવિક્રયને અત્યાચાર ચાલતો હોય, જે જ્ઞાતિમાં ભ ચાલતો હાય, જેના મહાજન મદ્યમાંસાદિના ખાનપાનને દરગુજર કરતા હોય, તે જ્ઞાતિમાં રહેવામાં લાભ હાય નહિ. જ્ઞાતિ એ ઢેિ છે. એ ધર્મ નથી. ાતિમાં રહી મનુષ્ય કેટલીક સગવડ મેળવે છે. પણ ત્યાં જ્ઞાતિ અનીતિમાન થઈ ગઈ હોય ત્યાં તેને ઇનકાર જ ઇષ્ટ છે, જે ન્યાય સરકારની નીતિને લગાડીને આપણે અસહકાર કર્યાં, તે જ ન્યાય જ્ઞાતિને લગાડીને તેની સાથે અસહકાર થઈ શકે છે. પણ, અહીં તો તે પ્રશ્ન જ નથી. અહીં તા જ્ઞાતિ અહિષ્કાર કરે છે. એ હિષ્કારને સુઅવસર માની વધાવી લેવા. પણ એવી રીતે સુઅવસર એનાથી જ માની શકાય કે જેણે ધર્મને પાત્ય છે, જેણે જ્ઞાતિની સેવા કરી છે, જેણે જ્ઞાતિના નીતિક શાસનાને હંમેશાં સ્વેચ્છાપૂર્વક માન આપ્યું છે. સંયમી જ હિષ્કારને આવકાર આપે. સ્વચ્છંદી તો બહિષ્કારથી પીડાય. પણ અસ્પૃશ્યતા નિવારણુ સ્વચ્છંદીને સારુ નથી, સયમીને સારુ છે. અસ્પૃશ્યતાને નાશ બેગહિને ખાતર નથી, પશુ સેવાના પ્રસંગે વધારવાને સારુ છે, સેવામાંથી કોઈને હિષ્કૃત ન રાખવાને અર્થે છે. તા. ૨૪-૫-૧૫