આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪
વર્ણવ્યવસ્થા

આત્માના ક્ષેત્રમાં ભવ્ય અને સૂક્ષ્મ ત્રણ વ્યવસ્થા એથીયે અદ્ભુત શેાધે! કરી છે. પણુ એ શાધાને જોવા સારુ આપણી પાસે ચક્ષુ નથી. પશ્ચિમના વિજ્ઞાને જે આર્થિક પ્રગતિ કરી છે તેનાથી આપણે અંજાઈ જઈ એ છીએ. મને એ પ્રગતિને મેહુ નથી. ખરું જોતાં એમ જ લાગી જાય છે કે, જાણે ડહાપણુના ભડાર એવા ઈશ્વરે જ ભારતવર્ષને આ પ્રકારની પ્રગતિમાંથી રાકી લીધું છે, જેથી જડવાદના હુમલે! ઝીલવાનુ એનું ઈશ્વરનિર્મિત કાય તે પાર પાડી શકે. હિંદુધર્મમાં એવું કંઈક સત્ત્વ છે. જેણે તેને આજ સુધી જીવતા રાખ્યો છે. બાબિલેાન, સીરિયા, ઈરાન અને મિસરના સુધારાની પડતીના તે સાક્ષી છે. દુનિયામાં ચેામેર નજર નાંખી જુઓ. રામ કર્યાં છે? ગ્રીસ ક્યાં છે? ગીબનનું ઇટાલી · અથવા રામ કહે, કારણુ રામ એ જ ઇટાલી હતું. આજે તમને કયાંયે ખાળ્યું જડે એમ છે? ગ્રીસમાં જાઓ. ગ્રૌસની જગવિખ્યાત સંસ્કૃતિ કલ્યાં છે? પછી ભારતવષ તરફ આંખને વાળા. અહીંના પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથા ક્રાઈ તપાસી જાય અને પછી આસપાસ નજર નાંખે તે! તેને કહેવું જ પડે, ‘ હા, અહીંયાં પ્રાચીન ભારતવષ જીવતું દેખાય છે. કાઈ કાઈ જગાએ ઉકરડા વળ્યા છે. એ સાચું; પણ એ ઉકરડાએની નીચે મહા મૂલ્યવાન રત્નો ટાયેલાં પડ્યાં છે. અને હિંદુધર્મ કાળના આટલા વારાફેરા સામે ટકયો છે એનું કારણ એ છે કે તેણે આર્થિક પ્રગતિના નહિ પણ પારમાર્થિક પ્રગતિના માદર્શને સેવ્યેા છે. - હજી -- એણે જગતને આપેલી અનેક ભેટામાં, મૂક જીવસૃષ્ટિ સાથે મનુષ્યના અભેદની કલ્પના, એ એક અદ્વિતીય વસ્તુ છે. મારે મન ગાપૂજા એ ભબ્ધ વિચાર છે, અને એને વ્યાપક કરી શકાય એમ છે. ધર્માંતરની આધુનિક ધેલછામાંથી હિંદુધર્મ મુકત રહ્યા છે એ પણ મારે મન કીમતી વસ્તુ છે.