આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઝંખના છે, એમેળવવાને ખાતર હું જીવવા માગું છું, પ્રયત્નમાં મારા દરેક શ્વાસ જાય એમ મથી રહ્યો છું. આ વિચારાની વિરુદ્ધ જો કાઈ વાંચનાર આ પુસ્તકમાં કઈ પશુ જુએ તે તેટલા સુધારા કરીને પુસ્તક વાંચે. મારી મહેનત બચાવવાને ખાતર, મારા વિચારાનું જેણે દહન કર્યું છે અને જેણે તેમ કરવા અતિશય મહેનત કરી છે તેણે મારા આજના વિચારાનું ટાંચણુ મેકહ્યું છે. જો તેમાં સહી કરી શકું તે મારા વખત બચાવી લઉં એ શ્રી, કિશારલાલને ઉદ્દેશ. તેમાં સુધારાવધારા કરવાની તે સહેજે મને છૂટ હતી, પણ એ વાંચતાં મેં જોયું કે પોતાના સ્વભાવ પ્રમાણે શ્રી. કિશોરલાલ વાંચી ગયા, વિચારી ગયા ને મારા આજના વિચારાની સાક્ષીરૂપે એક નોંધ ઘડી કાઢી, તેમાં જો કે હું સહી ન આપી શકું તેણે એ આની સાથે પ્રગટ કરવી ઘટે છે. એમાં અને મારી ચાવીમાં વિરાધ નથી. શ્રી. કિશોરલાલની નોંધ પુસ્તકના અભ્યાસ ઉપર રચાયેલી છે એટલે વાંચનારને કદાચ વધારે મદદરૂપ થઈ શકે, સત્યના જ જય હો. મહાબળેશ્વર ૧-૫૪૫ મોહનદાસ કરમચંદ ગાંધી