આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૭
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૮૭
 

વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી? અમે તને કેરી આપીએ તે ખાઈ લે,’ આમ કહીને પોઠયમાંથી કેરી કાઢીને દીધી ને ટીડો ઊભો ઊભો અને ગોટલાં છોતરાં સહિત સ્વાહા કરી ગયો. ટાઢો ઢળ્યો એટલે વણજારાને પ્રણામ કરીને પાછું ચાલવા માંડયું તે દિવસ આથમ્યે સાસરાને ગામ પહોંચ્યો. રાત્રિ વેળાએ છતા થાવાનું યોગ્ય ન લાગ્યું એટલે છાનોમાનો ઓસરીમાં ધરીને કોઠી વાંસે લપાઈ રહ્યો. અર્ધી રાત્રે જળે થંભ્યાં તે પછી ઘરચર્યા જોવા નીસર્યો. સાસરો ઓસરીમાં સૂતો હતો તેના ખાટલા નીચે ખાંડણિયો હતો; ત્યાં યહેલું ધ્યાન ગયું. ખાંડણિયામાં તેજ દિવસે સાસુયે ફરતા નાગ માટે તલવટ ખાંડયો હતો, અને તલ તથા ગોળની કણી ચારે પાસ ચોંટી હતી. ખાંડણિયાનું મોં પગતું હતું તેમાં માથું નાખીને ટીડો જીભના સપાટા મારી રસાળ પત્થરને ચાટવા માંડયો. સસરો જાગી ઊઠયો ને સાસૂને જગાડીને દિવો કરવા કહ્યું. ટીડો ભાગવા સારુ ખાંડણિયામાં માથું કાઢવા જાય છે ત્યાં તો સલવાઈ રહ્યું ને કેમે કરીને નીકળ્યું નહિ. ભગીરથ જેટલો શ્રમ કર્યો. પરમેશ્વરે લાજ રાખી. માથું નીકળ્યું ને સાસુ દીવો પ્રકટે તે પેલાં ફળિયામાં વહ્યો ગયો ને લાગ આવ્યો એટલે ડેલી ઉઘાડીને બહાર પલાયન કર્યું. રાત્ય બહાર ગામ પીંપળા ઉપર ગાળી ને સવારે સાસરે ગયો. સસરો ગામમાં લોટ ભીખવા નીકળેલ ને સાસુ રોટલા ઘડતી રાંધણિયામાં બેઠેલ. રસોડાની જાળી ઉપર ચડીને ટીડો બિરાજમાન થયો, અને ત્યાં બેઠાં બેઠાં રોટલાના ટપાકા ગણ્યા. પછી ઘરમાં ગયો. સાસુયે જમાઈને આવકાર દીધો. ખાટલી ઢાળી તે ઉપર ચાકળો પાથરી દીધો, પાણી પાયું અને કુશળ સમાચાર પૂછયા. વાતવાતમાં સાસુયે પૂછ્યું, 'કેટલું ભણ્યા છો ?’ ટીડો કહે, 'ચાર વેદ ભણ્યો છું.’ સાસુ ચક્તિ થઈને કહે : 'ઠીક તયેં કહો જોએ કે આજ મેં રોટલા કેટલા ઘડયા ? ટીડા જોષીયે સમયનો સદુપયોગ ૮૭