આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૯
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૯૯
 

વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી? ગામડાની ભોળી કણબણ ધડધડ બોલે છે ત્યારે નથી તેને ચીપી ચીપીને બોલવું પડતું, નથી તેને શબ્દો શોધવા જવું પડતું કે નથી તેને અચકાવું પડતું કે ડોળ કરવો પડતો. એ તો જાણે કોઈ સીધાસાદા સ્થલપ્રદેશ પર એકાદ સરલ સરિતા સરી પડતી હોય એમ આપણને લાગે છે. આટલો જ તફાવત શિષ્ટ ભાષાવાળી વાર્તામાં અને લોકભાષા ભરેલી વાર્તામાં પડે છે. અહીં એક સાદી ભાષાવાળી વાર્તાનો નમૂનો બસ થશે. ૯૯ દલાતરવાડીની વાર્તા એક હતો તરવાડી. એનું નામ હતું દલો. દલા તરવાડીની વહુને રીંગણાં બહુ ભાવે. એક દિવસ દલા તરવાડીની વહુએ દલા તરવાડીને કહ્યું : "તરવાડી રે તરવાડી !” તરવાડી કહે : "શું કહો છો, ભટ્ટાણી ?" ભટ્ટાણી કહે. "રીંગણાં ખાવાનું મન થયું છે. રીંગણાં લાવોને રીંગણાં !” તરવાડી કહે : "ઠીક." તરવાડી તો પછી હાથમાં ખોખરી લાકડી લઈ ચુકઠચુક કરતા ચાલ્યા. નદીકાંઠે એક વાડી હતી ત્યાં ગયા, પણ વાડીએ કોઈ ન હતું. તરવાડીએ વિચાર કર્યો : "હવે કરવું શું ? વાડીનો ધણી અહીં નથી અને રીંગણા કોની પાસેથી લેવાં ?” છેવટે તરવાડીએ ઠરાવ્યું : "વાડીનો ધણી નથી તો વાડી તો છેને ! ચાલો વાડીને પૂછીએ.” તા દલો કહે : "વાડી રે બાઈ, વાડી !” વાડી ન બોલી એટલે પોતે જ કહ્યું : "શું કહો છો, દલા તરવાડી ?"

  • બાળવાર્તા ભાગ ત્રીજો. પ્રકાશક:- શ્રી દક્ષિણામૂર્તિ પ્રકાશન મંદિર, ભાવનગર.