આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૦
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૨૦
 

વાર્તાનું શાસ્ત્ર-૧ આટલું લખ્યા પછી સાધારણ રીતે આ વાર્તાથી સાવધ રહેવા જેટલી કાળજી તો વાર્તા કહેનારમાં આવી જવી જોઈએ. ૧૨૦ હવે એકબે બીજી વાતો લખી નાખું. જેમ આપણે સ્વભાષામાં લખાયેલી વાર્તાઓને કહેવા યોગ્ય બનાવી લેવાની છે તેમ જ પરભાષાની વાર્તાઓને પણ કહેવા યોગ્ય કરવાની કળા કેળવવાની છે. વિવિધતા ખાતર અને વિપુલતા ખાતર પરભાષાની વાર્તાઓ આપણે આપણી ભાષામાં ઉતારવી જોઈએ. આપણી ભાષામાં અંગ્રેજી ભાષાની ઘણી વાર્તાઓનાં ભાષાંતરો થઈ ચૂકયાં છે પણ તે ભાષાંતરો જુદી જ દૃષ્ટિથી થયેલાં છે. અંગ્રેજીમાં કહેવા યોગ્ય વાર્તાઓનો જે સમૂહ છે તે સમૂહમાંથી થોડી જ વાર્તાઓ હજી આપણી ભાષામાં ઊતરી છે, અને તે પણ આપણે જેવી રીતે જોઈએ છે તેવી રીતે તો નહિ જ. અંગ્રેજી ભાષામાંથી વાર્તાઓ ઉતારતી વખતે ખૂબ કાળજી રાખવાની છે. ભાષા ફેરવવાથી આપણા ખવાસને રુચે ને બંધ બેસે તેવી વાર્તા બની જતી નથી. મડમને ગુજરાતી સ્ત્રીનાં કપડાં પહેરાવવાથી તે થોડી જ ગરવી ગુજરાતણ બને છે ? ભાષાનાં વસ્ત્રોનો ફેરબદલો કરવાની સાથે જ તેના રૂપમાં, રંગમાં અને પ્રાણમાં પણ ફેરફાર કરવાની જરૂર છે. બીજી ભાષાની વાર્તાઓમાંથી આપણને વસ્તુની દિશા મળે છે. એ વસ્તુને આપણા ઢાળામાં કેવી રીતે ગોઠવવું કે જેથી તે આબાદ સ્વદેશી થઈ જાય. તેટલી કુશળતા આપણામાં હોવી જોઈએ. મૂળ વસ્તુ એક વિચારરૂપ કે આધારરૂપ રહે ત્યાં સુધી કાંઈ હરકત જેવું નથી. ટૂંકમાં કહીએ તો કીડામાંથી જેમ ભમરી બની જાય છે તેમ પરદેશી વસ્તુએ સ્વદેશી બની જવું જોઈએ. એક અંગ્રેજી વાર્તાનો ફેરફાર પ્રયત્નરૂપે અહીં મૂકું છું. મૂળ વાર્તા આ પ્રમાણે છે :-