આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૫
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૪૫
 

વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી? ૧૪૫ Bhagtu's grief so intense is, He loses his senses; The maid-servant wailing Has taken to railing; The Queen, joy enhancing, Takes refuge in dancing; To aid the mirth coming The Prince begins drumming; To join in it with her The King strums the zither !" So they danced and sang till they were tired, and that was how every one mourned poor cock- sparrow's pretty bride. આ ઉપરથી ગુજરાતીમાં ઉતારેલી વાર્તા અહીં આપું છું. કૂકડીની વાર્તા" એક ઘરડો કૂકડો એકવાર એક જુવાન કૂકડીને પરણ્યો. આથી ઘરડી કૂકડી ખૂબ ખિજાઈ અને એક લીમડાના ઝાડની ડાળ પર રિસાઈને બેઠી. એટલામાં વરસાદ આવ્યો. કૂકડી બેઠી હતી તે ડાળની ઉપર એક કાગડાનો માળો હતો; તેમાં રંગબેરંગી ચીંથરાં હતાં. વરસાદ આવ્યો એટલે ચીંથરાંના રંગવાળુ પાણી કૂકડી ઉપર પડયું; એથી એનાં પીંછાં સુંદર રંગેલાં થયાં. ઘરડી કૂકડી પછી જુવાન જેવી દેખાવા લાગી, એટલે તે હરખાતી હરખાતી નવી પરણેલી કૂકડી પાસે આવી. નવી પરણેલી કૂકડી ઘરડીને કહે : "બેન ! તમે આવાં સુંદર પીંછાં શી રીતે કર્યાં ?” ઘરડી કૂકડીને ખીજ હતી એટલે તે કહે : "રંગારાના રંગના કૂંડમાં હું તો પડી, એટલે મારાં પીંછાં આવાં સુંદર થયાં. તારે એવાં કરવાં હોય તો રંગના કૂંડામાં જઈને પડ.”