આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૮
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૫૮
 

વાર્તાનું શાસ્ત્ર-૧ સામે વાર્તાનું ચિત્ર ખડું થાય છે, જેના અંગોમાં વાર્તાનો તરવરાટ તનમનાટ કરી મૂકે છે, જેના મોં ઉપર વાર્તાના રસો ખુલ્લેખુલ્લા પ્રગટ થાય છે, ટૂંકમાં જેને વાર્તા જીવંત ભાસે છે, તે માણસ વાર્તાના આત્માને ઓળખી શકયો છે એમ કહી શકાય. વાર્તા ગમી જવી અને વાર્તાના આત્મા સાથે એકતાર થઈ જવું એમાં ભેદ છે. સારી વાર્તા હોવાથી તે ગમવી જ જોઈએ એવું કંઈ નથી. બધી વાર્તાઓનો આત્મા પિછાની શકવો પણ કઠિન છે; એમાં પણ મનુષ્ય-સ્વભાવની ભિન્ન ભિન્ન રુચિને સ્થાન છે. કેટલાએક માણસોને ભયંક૨-૨સ ગમે છે તો કેટલાએક એવા રસવાળી વાર્તાઓ છેક નાપસંદ કરે છે; કેટલાએક ઠંડા અને ક્રિયારહિત સ્વભાવવાળા મનુષ્યોને જેમાં દોડધામ અને ધમાધમ આવતાં હોય એવી વાર્તાઓ ગમતી જ નથી તો કેટલાએક ક્રિયાઓથી ભરપૂર વાર્તાઓના રસિયા હોય છે; કેટલાએક વિનોદી આત્માને વિનોદની વાર્તાઓનો શોખ હોય છે તો કેટલાએક સોગિયા જીવોને એમના જેવી જ વાર્તા ગમે છે. દરેક વાર્તા કહેનારે જાણવું જોઈએ કે પોતાને કયા રસવાળી વાર્તા ગમે છે. બહાદુર વાર્તાકારને વણિકબુદ્ધિની કે ચતુરાઈની વાર્તાઓ ગમતી નથી; વિનોદી માણસો ભયંકર કે શોકરસપ્રધાનવાળી વાર્તામાં વિનોદ જમાવવાની ભૂલ કરી બેસે છે; વ્યવહારકુશળ માણસો તાત્ત્વિક વાર્તાઓને વ્યાવહારિક વાર્તાઓ બનાવી તેના તત્ત્વને બેડોળ કરી નાખે છે. ઘણી વાર વાર્તા કહેનાર અને વાર્તા સાંભળનાર બન્ને વાર્તાનો આનંદ માણી શકતા નથી એનું કારણ એ છે કે વાર્તા કહેનારે પોતાના સ્વભાવાનુકૂળ વાર્તા કહેલી હોતી નથી. સ્ત્રીઓ સામાન્ય રીતે અમુક વાર્તાઓ જ કહી શકે. પુરુષો અમુક વાર્તાઓને જ જમાવી શકે; ભાટચારણોના મોઢામાં અમુક વાર્તાઓ જ દીપી ૧૫૮