આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૧
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૬૧
 

વાર્તા કેવી રીતે કહેવી ? પડે. આમ કરવા માટે વાર્તાને શબ્દશઃ મોઢે કરવાની નથી પણ વાર્તાનું કેન્દ્ર પકડી લેવાનું છે. આ વાર્તા શાની છે, આ વાર્તામાં શું છે, એ જો બરાબર ગળે ઊતરી જાય તો વાર્તા સહેજે મુખપાઠ થઈ જાય. બેશક વાર્તાની શોભારૂપ અને પ્રાણરૂપ શબ્દો, તેના પ્રાસાનુપ્રાસ, તેના ઘરગથ્થુ વાણીના ખાસ પ્રયોગો, જોડકણાં, કવિતા ને વાર્તામાં આવતાં પુનરાવર્તનો તો વાર્તા કહેનારને મોઢે જ હોવાં જોઈએ, અને તે અક્ષરશઃ જ. ૧૬૧ જે લોકો અભ્યાસ કરીને વાર્તાકથનનું શાસ્ત્ર શીખે છે તે લોકોમાં એકાદ-બે દોષો પેસી જવા સંભવ છે. વાર્તા રસિક કેમ બનાવવી એ વિચાર તેમના મનમાંથી દૂર જતો નથી. આથી તેઓ ઘણી વાર વાર્તામાં અસ્વાભાવિકતા અને અતિશયોક્તિ જાણે અજાણે દાખલ કરી દે છે. નાટકનો વિદૂષક કૃત્રિમતાને લીધે આપણને હસાવે છે પણ ખરો આનંદ આપતો નથી. હાસ્ય અને આનંદ હંમેશાં એક જ ચીજ નથી. વાર્તાકાર જેટલો કૃત્રિમ થાય તેટલો તે શ્રોતાજન પાસે વિદૂષક જેવો દેખાય છે. વધારે પડતો અભિનય વાર્તાને રસિક બનાવવાને બદલે નીરસ બનાવે છે. રંગના છાંટા હોય કૂંડાં ન હોય, એમ ભાવનું અભિનયથી સૂચન હોય કૂંડાં ન હોય. એ જ પ્રમાણે ભાવનું અભિનયથી સૂચન હોય પણ અભિનયે ભાવ ઉપર ચડી બેસવું ન જોઈએ. માત્ર અવાજથી ભાવ વ્યક્ત કરી શકીએ ત્યાં સુધી હાથ, પગ કે બીજી ઈન્દ્રિયોની મદદ વિના ભાવ વ્યક્ત કરવાની ખૂબી સિદ્ધ કરવામાં વાર્તાકારની કુશળતા છે. ગદ્ગદ કંઠે દુઃખનો વિચાર દર્શાવી શકતા હોઈએ તો મોટેથી ડૂસકાં લેવામાં કે ૨ડી બતાવવામાં કૃત્રિમતા સિવાય બીજુ કશું જ નથી. વાર્તાકારમાં ભાવનું સૂચન કરવાની અજબ કળા જોઈએ. એ પોતે નટ નથી પણ નટરાજ છે; એ પોતે નાટકનું