આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૯
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૬૯
 

વાર્તાનું શાસ્ત્ર [ખંડ બીજો] પ્રકરણ છઠ્ઠું વાર્તા કહેવાનો સમય ગમે તે વાર્તા ગમે ત્યારે કહી શકાય, છતાં વાર્તાકથનમાં સમયનો પ્રશ્ન છે ખરો. વાર્તાકથનનું શાસ્ત્ર એટલું બધું પ્રગતિને પામેલું કે નિશ્ચિત નથી કે જેમ સંગીતમાં અમુક રાગ અમુક વખતે જ ગવાય, અને અમુક રાગ અમુક વખતે જ ગવાય, એમ અમુક વાર્તા અમુક વખતે જ અને અમુક વાર્તા અમુક વખતે જ કહેવાય એવા નિયમો ઘડી શકાય. છતાં વાર્તાકથનમાં સમયનો મહિમા નથી એમ નથી. આપણી ટેવ એવી છે કે સવારના પહોરમાં તો આપણે વાર્તા કરતા જ નથી. ચોરને કાંધ મારવાને વખતે એટલે કે ખરે બપોરે પણ વાર્તાને કોઈ સંભારતું નથી. પણ જેમ જેમ સૂર્ય ભગવાન પશ્ચિમના આકાશમાં નીચે ને નીચે ઊતરતા જાય છે તેમ તેમ વાર્તાના અંશો એક પછી એક ખીલતા જાય છે. સાંજના ચાર વાગ્યા પછી ભટજીની કથાઓ શરૂ થવા લાગે છે. ગ્રુડપુરાણ, પુરુષોત્તમ માસનું માહાત્મ્ય, એકાદશી માહાત્મ્ય, શિવરાત્રિની કથા વગેરે શાસ્ત્રીજીની વાણીમાંથી આ વખતે સરવા લાગે છે.