આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૬
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૭૬
 

વાર્તાનું શાસ્ત્ર-૨ ઉપરથી આપણે આપણાં મિત્ર પ્રાણીઓ અને અમિત્ર પ્રાણીઓની વાર્તાઓ ચલાવીએ. એકાદ કોલ્ડ દોડતું જોવામાં આવે તો એક મોટું ભાગવત ભરાય એટલી બધી કોલ્હાની વાર્તાઓ ચલાવી શકીએ. પર્યટનો ભૂગોળની વાતોનો પણ પૂરેપૂરો અવકાશ આપે. દરિયાપારની વાતોમાં ચીનાનાં ચપટાં નાક અને લાંબા ચોટલાની વાતો ઓછી આકર્ષક ન લાગે. કાળા કાળા અને નાગા નાગા હબસીની વાતો રાક્ષસોની વાતોને પણ હઠાવી દે. કોઈ રસ્તે કોઈ ભૂત રહેતું હોય તો એની વાતો ચાલે તો કોઈ રસ્તે કે ઝાડ તળે બે બહાદુરો લડીને મૂઆ તેના પાળિયાની વાત ચાલે તો વળી કોઈ ગામડાને પાદરે ચરમાળિયાને ઓટલે કેટલીયે નાગબાપાની અને મંત્રજંત્રની વાર્તાઓ ચાલે. આવી આવી વાર્તાઓ ભેગી કરીને પ્રસિદ્ધ કરીએ તો કેટલીયે રાસમાળાઓ છપાઈ જાય. એકાદ ટેકરા ઉપર બેસીને શિક્ષક પૃથ્વીની, નદીની, ડુંગરાની, સૂર્યની, ચંદ્રની કેટલી યે અદ્ભુત વાતો કહી નાખે. આવી વાર્તાઓનો સમય કયો હોઈ શકે તે આટલા લખાણથી સમજી શકાય તેવું છે. ૧૭૬ કેટલીએક વાર્તાઓ પ્રસંગાનુસારી હોય છે. એકાદ પ્રસંગ ઊભો થાય કે વાર્તાઓની પરંપરા છૂટવા જ માંડે. એકાદ સ્થળે ચોરી થાય તો ચોરોને કેવી રીતે બહાદુરીથી અથવા યુક્તિથી હઠાવ્યા તેની વાતો એમ ને એમ જ ચાલે. કેટલાએક લોકો ચાલતી આવેલી વાતો કહેવા મંડી પડે તો કેટલાએક લોકો આપવીતી હકીકતોને એવી સરસ રીતે મૂકે કે તે એક સુંદર વાર્તા જ થઈ જાય. શેરીમાં સાપ નીકળ્યા પછી અરધો કલાક કે કલાક સાપની વાતો ચાલે જ ચાલે. એકાદ બાળક બીએ એટલે ભૂતોની વાતોનો પાર જ ન રહે. એ તો એક પછી એક સૌને સાંભરતી