આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૧
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૮૧
 

વાર્તા કહેવાનો સમય ૧૮૧ થોડાએક દિવસ થયા એટલે ગાડું જોડયું ને દીકરાને સાથે દીકરો શું કામ કંઈ બોલે ? હવે તો પોતે ડાહ્યો બની ગયો હતો. ગાડું રસ્તે પડયું. બેચાર ગાઉ ગયા એટલે બાપાએ કહ્યું : "દીકરા ! વાટ કાપ. લીધો. બાપ ધારતો હતો કે હમણાં દીકરો કોદાળીપાવડો લઈ રસ્તો ખોદવા માંડશે. પણ ત્યાં તો તે આશ્ચર્યમાં પડયો. દીકરો કહે : "એક હતો રાજા. પટેલ ભેદ પામી ગયો અને ઘેર એને સાત રાણીઓ.” આવી કામે લાગી ગયો. દીકરો પણ બાપની ચતુરાઈ સમજી જઈ મનમાં ને મનમાં બાપનાં વખાણ કરવા લાગ્યો. કેટલીએક વાર્તાઓ સ્થાન સાથે જોડાયેલી હોય છે; આ વાર્તાઓને સ્થાનબદ્ધ કથાઓને નામે ઓળખી કશીએ. આ વાર્તાઓ સ્થાનકનો રક્ષક અથવા સ્થાનક પોતે ચોવીશ કલાક કહ્યા કરે છે. એકાદ દેરીની ધજાએ આવી વાર્તા જતાઆવતાને માટે તાજા ને તાજા જ અક્ષરે હરહંમેશ લખાયેલી રહે છે, અને વટેમાર્ગુ તે વાંચ્યા વિના આઘો જતો જ નથી. પાળિયે પાળિયે આવી વાર્તાઓ કોતરેલી છે. કેટલાંએક નાળાંઓએ ભૂતપ્રેતની વાતોનો જાણે ગરાસ રાખ્યો હોય એમ જણાય છે. ઈશાળવા ડુંગર પાસે નીકળો તો દાઢીવાળો ધુંધળીમલ તરત જ ગાડાવાળાના કે સંગાથીના મગજમાંથી નીકળે. વળાથી ચમારડીએ જવા નીકળો એટલે એક ખેતર (મલાવા નામનું) શ્રવણની પિતૃભક્તિ અને વળાના ખરાબ ટીંબાની વાત કહેવા લાગી જાય. એભલવાળાની દેરી એભલની વાત, તળાજાના ડુંગરાની ગુફાઓમાં