આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૮
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૯૮
 

વાર્તાનું શાસ્ત્ર-૨ આરસ ને આરસ ! એવો મહેલ ચણાવીએ કે એની ચારે કોર મોટો બાગ ને ઠેર ઠેર ફુવારા ને હોજો.’ બેગમ કહે : 'તો તો બહુ સારું. મારા દાંતની બહુ સુંદર કબર બની કહેવાય.' બાદશાહ કહે : 'કાલથી જ કામ શરૂ કરાવું છું. લાખો રૂપિયા ખરચી નાખું છું. હું છું દિલ્હીનો બાદશાહ ! મારું નામ શાહજહાન છે તે તો તમે જાણો છો. મારા જેવો રસિક બાદશાહ કોણ થયો છે ?' પછી બાદશાહે મહેલ ચણાવ્યો. પણ એનું નામ શું પાડવું ? બાદશાહ કહે : 'બેગમસાહેબ ! તમારા જ નામે એનું નામ પાડીએ.’ બેગમનું નામ હતું મુમતાજ બેગમ. બાદશાહે મહેલનું નામ પાડયું 'તાજમહેલ.’ આગ્રામાં એ સુંદર મહેલ હજુ ઊભો છે. દેશદેશના મુસાફરો એને જોવા આવે છે. લોકો કહે છે એ તો આ દુનિયાનું સ્વર્ગ છે. એવો એ 'તાજમહેલ' છે. તમે મોટાં થાઓ ત્યારે એ મહેલ જોવા જરૂર જજો.” આપણે જો દેશાભિમાનની વાત કહેવી હોય તો "આપણા ગાંધી નાના હતા ત્યારે આમ આમ કહેતા.” એમ ન કહેવાય. 'સાચો મોહન' નામનો વાર્તામાં મહાદેવભાઈએ એવી વાતનો સારો દાખલો આપ્યો છે. મહાપુરુષોના બાલ્યાવસ્થાના કેટલાકએક સુંદર પ્રસંગો બાળકોને રુચે તેવી કક્ષાએ ઊભા રહી વાર્તાના રૂપમાં ગોઠવી કાઢીએ તો તેની અસર સચોટ થાય છે. વાર્તા દ્વારા વિષયો દાખલ કરવા કે શીખવવા માગતા શિક્ષકે એ વાત કદી ભૂલવાની નથી કે વાર્તાનો મૂળ ઉદ્દેશ વિદ્યાર્થીને આનંદ આપવાનો છે. વિજ્ઞાનની અને એવી બીજી વાતો દ્વારા વિજ્ઞાન વગેરે વિષયો બાળકના મગજમાં ખોસવાના લોભમાં વાર્તાનો આત્મા મરી ન જાય કે બાળકનો આનંદ ઊડી ન જાય તે વાત ખાસ લક્ષમાં રાખવાની છે. કોઈએ એવું પણ ભૂત ૧૯૮