આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વાર્તાનું શાસ્ત્ર-૧
 

વાર્તાનું શાસ્ત્ર વધારે ગણે છે. જેલમાં સડતા કેદીઓને તક મળી જાય છે તો તેઓ વાર્તા કહેવાનો લાગ તો જરૂર શોધે છે. દરિયાની લાંબી મુસાફરીમાં રાત્રે તો વાર્તા એ જ એક વિનોદ છે. રાજા અને રાણી તો હંમેશાં સૂતાં પહેલાં વાર્તા કહેવરાવતાં એવું લોકવાર્તાઓ જ આપણને વારંવાર કહે છે. વાર્તાની મજા જ એવી છે કે એમાં સૌને આનંદ પડે છે. શ્રીયુત કાકાસાહેબ કાલેલકર થોડા જ શબ્દોમાં પણ સુંદર રીતે વાર્તાનો મહિમા વર્ણવે છે

ઉત્તરધ્રુવથી દક્ષિણધ્રુવ સુધી પૃથ્વીના બધા દેશોમાં, મોટા મોટા ખંડોમાં કે નાના નાના ટાપુઓમાં, સુધરેલા લોકોમાં તેમ જ જંગલી લોકોમાં, ઘરડાંઓમાં તેમ જ બચ્ચાંઓમાં, સંસારીઓમાં કે સંન્યાસીઓમાં જો કોઈ સર્વસામાન્ય વ્યસન હોય તો તે વાર્તાનું છે. સાંજ પડી છે અને છતાં વાર્તા ચાલતી નથી એવું દુનિયામાં એકે ગામડું નહિ હોય. જ્યાં જ્યાં જૂનું વેપારનું મથક હતું ત્યાં ત્યાં દૂર દેશાવારના વેપારીઓ સરાઈઓમાં ભેગા થાય અને ચાતુર્યની, ઠગબાજીની, આશકમાશૂકની, કૂતરાબિલાડાની, રાજારાણીઓની, સાધુસંતોની, ઈશ્વરી ક્ષોભની અથવા દૈવી ચમત્કારની, મંત્ર, તંત્ર કે જાદુઈ ટોણાની વાર્તાઓ જરૂર ચાલે જ ચાલે.’’ આપણે જોયું કે વાર્તા આનંદદાયક વસ્તુ છે. વાર્તાશ્રવણમાં મનુષ્યને અપૂર્વ આનંદ મળે છે. આ બતાવે છે કે વાર્તા કહેનારની સમક્ષ પ્રથમ ઉદ્દેશ વાર્તા સાંભળનારને શુદ્ધ ને સંપૂર્ણ આનંદ આપવાનો હોવો જોઈએ. પણ હજી આપણે બીજી દષ્ટિથી વિચારીએ. વાર્તાકથનનો પ્રથમ ઉદ્દેશ આનંદ આપવાનો હોઈ શકે કારણકે એનો આદિ