આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૯
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૦૯
 

વાર્તા અને નાટયપ્રયોગ સામાન્ય રીતે વાર્તાનું કથન થઈ રહ્યા બાદ જો બાળકોને સૂચના રૂપે કહેવામાં આવે કે આ વાર્તાનું જેને નાટક કરવું હોય તે કરે, તો ઘણાં થોડાં બાળકો એવાં નીકળશે જે નાટક ક૨વા માટે મંદોત્સાહ જણાશે. દરેક બાળક વાર્તા કહેનારને કહેશે કે મને નાટકમાં રાખો. કેટલાંએક અરસિક બાળકો પોતાને ગમતા બીજા કામે ચાલ્યાં જશે અને કેટલાંએક ભજવવાને રાજી નહિ પણ જોવાને ખુશી હશે એવાં નાટક જોવા ઊભાં રહેશે. આખી વાર્તા બાળકોના મગજમાં તાજી હોય છે; શિક્ષકે કરેલો અભિનય તેમની આંખ આગળ હોય છે. બાળકો આ સમયે પોતે જ જાણે શિક્ષક બનીને અથવા આગળ વધીને લખીએ તો વાર્તાના પાત્રો બનીને વાર્તાનો રસ લૂંટવા માગે છે. દરેક બાળક વાર્તાનું એક એક પાત્ર બની જાય છે. શિક્ષક તેમાં મદદગાર હોય છે ને નથી પણ હોતો. સામાન્ય રીતે શાળામાં જ્યાં જ્યાં વાર્તાનાં નાટકો થાય છે, ત્યાં ત્યાં બાળકોને સામગ્રીની બાબતમાં સંપૂર્ણપણે કલ્પનાના પ્રદેશમાં વિચરવું પડે છે. આથી કલ્પનાશક્તિ ખીલે છે એમ કેટલાક માને છે, ત્યારે બીજા કેટલાએકનું માનવું છે કે એથી કલ્પનાશક્તિ નબળી પડે છે ને બાળક વાસ્તવિકતામાંથી નીકળી અંધ માન્યતાના પ્રદેશમાં પેસે છે. આ પ્રશ્નનો નિર્ણય અત્રે કરવાની એટલી બધી આવશ્યકતા નથી. પણ એટલું તો શિક્ષકે ધ્યાન પર લેવાની જરૂર છે કે વાસ્તવિકતા એટલે કલ્પનાનો અભાવ એ માન્યતા ભ્રમમૂલક છે. ખરી રીતે તો વાસ્તવિકતામાંથી કલ્પનાનો જ પ્રાદુર્ભાવ થવો જોઈએ. જે કલ્પના વાસ્તવિકતામાંથી જન્મે તે કલ્પના જ કલ્પના નામને પાત્ર છે; બાકી અવાસ્તવિકતામાંથી જેની ઉત્પત્તિ છે તે તો હવાઈ કિલ્લા સમાન છે. આ વિષયની ચર્ચા અન્ય સમયે કરવાનું રાખી અત્યારે તો એટલું જ સમજવાનું કે જ્યારે બાળકો નાટક કરે ૨૦૯