આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૮
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૧૮
 

વાર્તાનું શાસ્ત્ર-૨ પોતાના સ્વભાવની સામે લડવામાં ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, અને તત્ત્વજ્ઞાનને વાપરે છે; પણ નિશાન મારવાનું સાધન માણસને બનાવે છે તેમાં ભૂલ કરે છે. માબાપ નીતિશિક્ષણની વાતો કરે છે, સંસ્થાના સંસ્થાપકો નીતિશિક્ષણની હિમાયત કરે છે, શિક્ષકો નીતિશિક્ષણ આપવા દોડે છે ને લેખકો નીતિશિક્ષણ આપવા પુસ્તકો લખી નાખે છે; તે બધા મોટે ભાગે પોતાની જાત સામે પોતાની જ ન્યૂનતાઓ સામે અને પોતાની જ અપૂર્ણતાઓ સામે બળવો ઉઠાવવા મહેનત કરે છે. આમાંથી કેવળ ભાડૂતી લોકો અને ઉચ્ચ સત્ત્વોને માફી મળી શકે ખરી. આવી વૃત્તિવાળા નીતિના શિક્ષણને નામે પોતાનામાં રહેલ અનીતિને બીજાના લોહીમાં ભોંકીને દાખલ કરે છે. આથી જ જેમ જેમ નીતિશિક્ષણ વધતું જાય છે તેમ તેમ દંભ વધતો જાય છે. ને દંભ એ નાગાઈ કરતાં વધારે ભયંકર છે. જ્યાં સાપ ઘણા હોય, જ્યાં સાપનો ત્રાસ મગજમાંથી જતો જ ન હોય, ત્યાંની વાચનમાળામાં ને ત્યાંની વાર્તાઓમાં સાપને મારવાની અનેક યુક્તિઓ મળી આવે છે. માંદલા દેશની વાર્તાઓમાં માંદા કેમ મટવું તેની અને તંદુરસ્તીના મહિમાની વાતો બહુ જોવામાં આવે છે. જે દેશને, પ્રજાને કે વ્યક્તિને જે રોગ થયો હોય તે દેશ, તે પ્રજા કે તે વ્યક્તિની વાર્તાઓમાં તેનાં રોગનું અસ્તિત્વ વ્યક્ત થાય જ છે. નીતિશિક્ષણ, એવો પ્રચંડ ઘોષ કરનારી પ્રજાની નસોમાં કોઈ ભયંકરમાં ભયંકર અનીતિનાં તત્ત્વો પેસી ગયેલાં છે, ને એ જ એનું નિદાન છે. ખ્રિસ્તી લોકો માણસને જન્મથી જેમ પતિત ગણે છે તેમ આપણે ગણતા હોઈએ, તો જરૂર નીતિશિક્ષણની વાતો પ્રથમ સંભળાવ- વાની ધૃષ્ટતા કરવાનો વિચાર કરીએ; એ ધૃષ્ટતા નિષ્ફળ જ જવાની એ વાત બીજી છે. પરંતુ જો બાળક જન્મથી અનીતિમાન ૨૧૮