આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૧
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૩૧
 

વાર્તાનું કથન અને નીતિશિક્ષણ જાય એટલે તુરત જ એમને ઊંચે ચડાવી એમાંથી જ વિનોદની વાતો બનાવી લઈએ. ખરી રીતે તો ગ્રામ્ય વાર્તાઓ વિનોદની વાતો છે. વિનોદ ગ્રામ્ય છે એનું કારણ તો આપણે-આપણો સમાજ હજી ગ્રામ્યતામાંથી મુક્ત થયો નથી. વધારે ગંભીર, વધારે કૃત્રિમ, વધારે કેળવાયેલ માણસને શ્રીયુત ૨મણભાઈનું 'હાસ્યમંદિર' પણ નર્યું ગ્રામ્યતાનું પ્રદર્શન ભાસે. અને એમ ભાસે તોપણ એ જ ગ્રામ્યતાની દવા છે. વિનોદ એ ગંભીર સાગરમાં હસતી મીઠી વીરડી છે. ગ્રામ્યતામાં આજે સમાજનો વિનોદ છે. ઉપદેશથી અથવા જોહુકમી કે લાલચભરી કેળવણીથી આપણે ગ્રામ્યતાને દાબી દઈએ તો આપણો વિનોદ પણ સાથે જ જાય ને આપણે સોગિયા બની જઈએ. આથી જ નિર્દોષ ગ્રામ્ય વાર્તાઓને સ્થાન મળે છે; પરંતુ તે કાયમનું નહિ, સમાજ પોતે ગ્રામ્યતામાંથી છૂટે ત્યાં સુધીનું. જેમ જેમ વ્યક્તિ અથવા સમાજ ગ્રામ્યતામાંથી છૂટે તેમ તેમ તેને ઉચ્ચ વિનોદ મળવો જ જોઈએ. એ ઉચ્ચ વિનોદ આપવાની પ્રજામાં તાકાત ન હોય ત્યાં સુધી ગ્રામ્ય વાર્તાઓને કાઢી મુકાય જ નહિ. એક બીજી દૃષ્ટિ પણ છે. આવી વાર્તાઓમાંથી માણસ ગ્રામ્ય થઈ જશે એવી કેટલાએક લોકોની કલ્પના છે. એ કલ્પના છેક ખોટી પણ નથી. પરંતુ મોટે ભાગે તો આવી વાર્તાઓ હલકા વિનોદના ચાડિયારૂપે પણ છે. કોઈ રાજાની નિંદા કરવાની કોઈ રાજપીડિત બારોટને મરજી થાય છે ત્યારે તે રાજાનો ચાડિયો બાંધી દેશપરદેશ ફરે છે. ચાડિયો માણસોને કહે છે : "ભાઈ ! રાજા તો આવો આવો છે.” ચાડિયો પેલા રાજાની માણસો પાસે ઘૃણા કરાવે છે. એમ જ વાર્તાઓ બધા માણસના સ્વભાવની સમાજ પાસે હંમેશાં ઘૃણા કરાવે છે. વાર્તા તમામ ખરાબ વાતને સારી વાતનો ચાડિયો છે. ગ્રામ્ય વાર્તાઓનું ૨૩૧