આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૬
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૩૬
 

વાર્તાનું શાસ્ત્ર-૨ આખી વાર્તા ખોટી હોય છતાં વાર્તાના બનાવેબનાવની અસંભવિતતા ન હોય. વાર્તામાં લખેલ રાજકુમાર, નામ આપેલ જંગલ, એ રાજકુમારને અજગરનું ગળી જવું, વગેરે હકીકતો કલ્પનાજન્ય હોય, પરંતુ કોઈ પણ રાજકુમારનું શિકારે જવું, કોઈ જંગલમાં કોઈ માણસનું ફરવું કે કોઈ ત્રીજા માણસને અજગરનું ગળી જવું એ હકીકતો હમેશ બને છે; અને એ છૂટીછવાઈ હમેશની બનતી હકીકતોને એક જ તખ્તા ઉપર સુંદર રીતે સાંકળવાનું કામ જ અદ્ભુત વાર્તાકલાકારનું છે. વળી વાર્તાઓ દ્વારા મનુધ્યે પોતાના જ જીવનના છૂટાછવાયા પ્રસંગોને એક જ પટ ઉપર ચીતરવાનો પ્રસંગ શોધ્યો છે અને એમ કરી વાર્તા દ્વારા જીવનનું નાટક જનતા આગળ ખડું કર્યું છે, એમ કહીએ તોપણ ચાલે. વાર્તાઓરૂપે માણસે પોતાની ધર્મસ્મૃતિ, પ્રાયશ્ચિત્તાધ્યાય, સમાજશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, વગેરે શાસ્ત્રો પ્રદર્શિત કર્યાં છે. વાર્તાનું પ્રત્યેક પાત્ર કલ્પિત છે જ; તેનું અસ્તિત્વ કલ્પકની કલ્પનાસૃષ્ટિમાં જ રહે છે; પણ એ પાત્ર દ્વારા વ્યક્ત થતો જન વ્યાપક જનતામાં ડગલે ને પગલે સાચેસાચ નજરે પડે છે. છૂટા છૂટા બનતા કરુણાના, શોકના અને બીજી જાતના બનાવો ઘણા થોડા મનુષ્યોને જ આકર્ષી શકે છે કે સ્પર્શી શકે છે. એકાદ મૃતદેહને કે વૃદ્ધદેહને જોઈને સિદ્ધાર્થ જેવા કોઈ બોધિસત્ત્વને જ દેહની નશ્વરતા સૂઝે છે ને વૈરાગ્ય પ્રગટે છે. પરંતુ સામાન્ય મનુષ્યસ્વભાવ એટલો કોમળ નથી હોતો, અથવા પ્રત્યેક મનુષ્ય બોધિસત્ત્વની કોટીએ પહોંચેલો નથી હોતો, તેથી તેની આગળ તો એવાં અનેક કરુણ ચિત્રોનો વાર્તા દ્વારા આબેહૂબ ચિતાર ખડો થાય તો તેના હૃદયને સ્પર્શ કરે એ વાત વાર્તાકારોના લક્ષ બહાર નથી. ૨૩૬