આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૬
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૪૬
 

વાર્તાનું શાસ્ત્ર-૨ એકાંતમાં રાતે બાર વાગે બેઠા હતા; સ્થાન નિર્જન હતું. એકાએક ચીબરી બોલી. મેં કહ્યું: "મૂળજીભાઈ ! ચીબરી બોલી" મારા કહેવામાં જરા ભય હતો. પણ મૂળજીભાઈએ કહ્યું: "અહીં આ સ્થાન એટલું બધું વેરાન છે કે અહીં ભાગ્યે જ કોઈ પશુપક્ષી રહે છે. આવી રીતે ચીબરી કોઈ વાર બોલે છે ત્યારે ઘણો આનંદ થાય છે. રાતની શાંતિમાં આ ચીબરીનો અવાજ જરા મજા આપે છે.” ભયંકર મનાતી વસ્તુને પણ નવી દષ્ટિથી કેવી રીતે જોવી તેનું આ એક દષ્ટાંત છે. ૨૪૬ વળી એક વાત એ પણ જોવા જેવી છે કે કેટલાએક સાક્ષાત્ ભયો છે, તે ભયોને આપણે વાર્તા દ્વારા બાળકો પાસે મૂકવામાં વાંધો ન હોવો જોઈએ. અમુક રીતે આવા ભયોના પરિચયથી જ તેનું ભયંક૨૫ણું ઘસાઈ જવાનો સંભવ છે. પણ આ બાબતને બહુ ટેકો આપવા જેવું નથી. જો વહેમ કે ભયને નવું સ્વરૂપ આપી શકાતું ન હોય અને વહેમ કે ભય, તે તે રૂપે જ વાર્તામાંથી બાલમન ઉપર ઠસી જવાનો સંભવ હોય તો તેવી વાર્તાઓનો જરૂર ત્યાગ કરવો જોઈએ. હરકોઈ નુકસાને ગમે તેવી વાર્તા કહેવાનું ભૂત આપણને ન વળગવું જોઈએ. વાર્તા બાળકોના હિત માટે છે એટલે એમના હિતની વિઘાતક વાર્તા આપણે કદી ન જ કહીએ. પણ આપણે જો એક અથવા બીજા કારણે વાર્તાઓને કાઢી નાખવા બેસીએ તો બાળકોનો કુદરતી ખોરાક આપણે લઈ લીધો કહેવાય. માટે જ તેમાં જ્યાં ઝેર ચડયું હોય ત્યાંથી તે લઈ લેવાનું અથવા ઝેરમાંથી અમૃત કરવાનું કામ આપણે હાથ ધરવાનું છે.