આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૫
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૫૫
 

લોકવાર્તાનું સાહિત્ય પ્રકારની છે. અંગ્રેજીમાં એસ્પન ઝાડનાં પાંદડાં શા માટે હલ્યા કરે છે ને પાનખર ઋતુમાં પણ અમુક ઝાડોનાં પાંદડાં શા માટે ખરી પડતાં નથી, વગેરે બાબતોની વાતો છે. (૪) વારતહેવારોની વાતો ૨૫૫ વારતહેવારની વાતો આપણને ખૂબ જાણીતી છે. બોળચોથની, શીતળા સાતમની, ગણેશ ચોથની વગેરે વાતો આજે પણ આપણે સાંભળીએ છીએ. મી. કિન્ટેઈડે તો 'દક્ષિણના ઘરની વાતો' (Deccan Nursery Tales) એ નામનો વારતહેવારની આ વાતોનો એક સંગ્રહ બહાર પાડેલો છે. વારતહેવારે મહારાજો પાસે બેસીને આપણી સ્ત્રીઓ હજૂ પ્રેમપૂર્વક વાતો સાંભળે છે. (૫) બાળવાર્તાઓ - બાળવાર્તાઓનો પ્રકાર વળી નોખો જ છે. જે વાર્તાઓમાં પ્રધાનપણે બાળકો જ મજા લઈ શકે છે તે વાર્તાઓ બાળવાર્તાઓ છે. સાદી અને ટૂંકી વાર્તાઓ બાળકોને અત્યંત પ્રિય છે. પોતાની આસપાસ બનતા બનાવોનું પ્રતિબિંબ, પશુપક્ષીઓનો વ્યવહાર, ટૂંકાં અને જલદી મોંએ થઈ જાય એવાં ને વારંવાર બેવડાય એવાં જોડકણાં વગેરે બાળવાર્તાનાં લક્ષણો છે. આપણી ભાષામાં આવી વાર્તાઓના સંગ્રહો બહુ થોડા છે. વાર્તાને બાળવાર્તા કહેવાથી તે બાળવર્તા બની જતી નથી. બાળવાર્તાનાં લક્ષણોનો પૂરો ખ્યાલ ન હોવાથી ઘણા લોકો બીજા પ્રકારની વાર્તાઓને ભૂલથી બાળવાર્તા કહી બેસે છે; એથી ચેતવાનું છે. (૬) કહેવતનું મૂળ બતાવનારી વાતો કેટલીએક એવી વાતો છે કે જે વાતો આપણામાં પ્રચલિત કહેવતોનો રહસ્યાર્થ-તત્ત્વાર્થ આપણા હાથમાં મૂકી આપે છે. જ્યાં સુધી કહેવત સાથી બની તે આપણે જાણીએ નહિ ત્યાં સુધી કહેવતોનો ખરો અર્થ અને તેનો વપરાશ આપણે સમજીએ નહિ.