આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૯
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૬૯
 

પાછળથી નથી. એટલે જ તેઓ તરત જાણી જાય છે કે આ વાર્તા તો નામની છે; એમાં કામ તો ઈતિહાસ કે ભૂગોળ શીખવવાનું છે. એમને તરત જ ખબર પડે છે કે આખી વાર્તા કંઈ ધર્મનો સાર કઢાવવા માટે કહેવાય છે. ૨૬૯ વાર્તાને નામે સાંભળવા એકઠાં થયેલાં બાળકો જ્યારે તેમાં ખરી વાર્તા નથી હોતી ત્યારે ઊઠીને ઊભાં થાય આથી આપણે એટલું સમજી ગયા છીએ કે વાર્તામાં ગમે તે ઘુસાડવા માગતા હોઈએ પણ તેની કસોટી તે બાળકોને આનંદ આપી શકે છે કે નહિ તે છે. નીતિનો સા૨ કઢાવવાનું હાલ બંધ પડવા લાગ્યું છે. એ વાત સારી છે. વાર્તા કીધા પછી તે કઢાવવી નહિ એ વિચારનો પણ હાલમાં સ્વીકાર થવા લાગ્યો છે. કારણકે બાળકને વાર્તા સાંભળવાનો રસ છે; તેને તે કહી જવામાં પણ રસ આવે છે; પણ સાંભળ્યા પછી ત્યાં ને ત્યાં જ તે કહી જવાનું તેને નિરર્થક લાગે છે. બાળકોને વાર્તા સાંભળવાનો શોખ હોવાથી તેઓ જેમ સાંભળે છે તેમ જ જ્યારે તેમને વાર્તા કહેવાનો શોખ આવશે ત્યારે તે કહેવા માંડશે. આ ખરી ને સ્વાભાવિક સ્થિતિ છે. એટલું પણ આપણને સમજાવા લાગ્યું છે કે ભલે વાર્તામાં ઈતિહાસ ભરો કે ભૂગોળ, ગણિત ભરો કે અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર ભરો કે આરોગ્ય વિજ્ઞાન, બાળક વાર્તાના આનંદની સાથે તેનામાં જઈ શકે છે. એટલે આ બાબતમાં પણ આપણે વાર્તાની વસ્તુને નવેસરથી જોવાનું આવ્યું છે, ને જોવા લાગ્યા છીએ. આ દૃષ્ટિએ કહેવાની અને લખવાની વાર્તાઓમાં ફેર પડવા લાગ્યો છે અને લાગશે. છેક નવી વાર્તાઓમાં બોધને બોધ તરીકે ન ધરતાં બોધની વાત તેના વાણાતાણામાં વણી દેવામાં