આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૯
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૭૯
 

વાર્તાના ભંડારો ભાષાની વાર્તાઓમાં કહેવાં યોગ્ય વાર્તાઓ બહુ વધી નથી. આ પરિસ્થિતિ અસ્વાભાવિક નથી. કારણ કે આજ દિન સુધી આ દિશા તરફ વાર્તાલેખકોનું લક્ષ ગયું નથી. જે વાર્તાઓ માત્ર વાર્તાઓ જ છે, તેને તો કહેવા યોગ્ય કરવી જ પડશે. એ કાચા ખજાનાને ગાળીને, તપાવીને, ઓપીને એનો ઘાટ ઘડવો પડશે. પહેલ પાડયા વિનાના એ હીરામાણેકોને ધ્યાનપૂર્વક પહેલ પાડવા પડશે. આપણાં અત્યારનાં વાર્તાનાં પુસ્તકો અને સંગ્રહો બાળકોની દૃષ્ટિએ લખાયાં નથી. તેથી તેમને એમ ને એમ વાપરવાં સલાહકારક નથી. અત્યાર સુધીમાં વાર્તાનું સાહિત્ય જે જે ઉત્સાહી મનુષ્યોએ તૈયાર કરેલું છે તેમણે વાર્તાકથનમાં કિંમતી સાહિત્યો ઊભાં કરી મૂકયાં છે એમાં તો કશો શક જ નથી. પણ એ બધો કાચો માલ છે. એને ભઠ્ઠીએ ચડાવી આપણે એનું સંશોધન કરવું પડશે જ. યાદીમાં આપેલી ચોપડીઓને વાર્તાની પસંદગીની દૃષ્ટિથી દરેક વાર્તા કહેનારે જાતે જ તપાસવી જોઈએ. ત્યાર પછી તેને કહેવા યોગ્ય બનાવવાની મહેનત ઉઠાવવી ઠીક છે. મેં જે સિદ્ધાંતો વાર્તાકથન સંબંધે જણાવ્યા છે તે સિદ્ધાંતોનો ભંગ કરનારી કોઈ વાર્તા આ યાદીમાં પેસી ગઈ હોય તો તે જરૂર ફેંકી દેવાની છે. આદર્શભેદે પણ કોઈ કોઈ વાર્તાઓને ધક્કો આપવામાં આવે તો તેનો ધોખો નહિ કરું. અંગ્રેજીમાં વાર્તાનું સાહિત્ય વિસ્તૃત છે. એ યાદી માટે બાઈ કેથરના પ્રયત્નોને ધન્યવાદ આપવો ઘટે છે. "Educating by Story-telling" નામના પુસ્તકમાં દરેક પ્રકરણ પાછળ યોગ્ય વાર્તાની યાદી છે. કેથરની યાદી પણ પૂર્ણ છે એમ સમજવાનું નથી. બધી યાદીઓ દિશાસૂચક જ સમજી લેવાની છે. ગુજરાતી ૨૭૯