આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૭
 

વાર્તાની પસંદગી વાર્તાઓનો એક પ્રકાર શૂરાતનની વાતોનો છે તો વાર્તાનો બીજો પ્રકાર બુદ્ધિચાતુર્યની વાતોનો છે; કોઈ વાર્તા કરુણરસપ્રધાન હોય છે તો કોઈ વાર્તા બીભત્સરસપ્રધાન હોય છે; કોઈ વાર્તા માર્મિક હોય છે તો વળી કોઈ વાર્તા તાત્ત્વિક હોય છે; કોઈ વાર્તામાં નિસર્ગનો મહિમા હોય છે તો કોઈ વાર્તા એકલી મનુષ્યકૃતિનો મહિમા ગાનારી હોય છે. જેમ વાર્તાના પ્રકાર છે તેમ લોકરુચિના પણ પ્રકાર છે. એક મનુષ્યને વિનોદની વાતો ગમે છે તો બીજા માણસને ગાંભીર્યપૂર્ણ ઉપદેશમય વાર્તા ગમે છે; એકની મરજી દેવદેવીઓની વાતો સાંભળવાની હોય છે ત્યારે બીજાની મરજી મનુષ્યચરિત્રોની વાર્તાઓ સાંભળવાની હોય છે; એકને કલ્પિત વાતોમાં મજા આવે છે તો વળી બીજાને ઐતિ સિક વાર્તાઓમાં આનંદ આવે છે. ૧૭ આવી રીતે જ્યાં વાર્તાઓ અનેકવિધ છે ને તેને સાંભળનારા અનેક રુચિવાળા છે, ત્યાં કેવી વાર્તાઓ કહેવી અને કેવી વાર્તાઓ ન કહેવી એ પ્રશ્નનો ઉકેલ કરવો આવશ્યક તેમ જ મુશ્કેલ છે. એક વાત તો દીવા જેવી ઉઘાડી છે કે બધી વાર્તાઓ કહેવા યોગ્ય નથી હોતી. જો આપણે પૃથ્વીના પડોને ઉખેડીએ ને તેનો અભ્યાસ કરવા બેસીએ તો આપણને માલૂમ પડે કે પૃથ્વીના ગર્ભમાં અનેકવિધ પડો રહેલાં છે. એ પડો એકબીજાથી નિરાળાં હોય છે એટલું જ નહિ પણ એ પડો ભિન્ન ભિન્ન વખતે, ભિન્ન ભિન્ન સંજોગોમાં, ભિન્ન ભિન્ન વાતાવરણ અને પૃથ્વીની ઉપરના ને અંદરના ફેરફારોને લીધે બંધાયેલાં છે. આવાં પડોને ભૂસ્તરશાસ્ત્રીઓ પહેલા યુગનાં પડો, બીજા યુગનાં પડો, ત્રીજા યુગનાં પડો, એમ કહીને ઓળખે છે. આવાં પડોને એ શાસ્ત્રીઓ જુદી જુદી ઉંમર પણ આપી શકે છે. અત્યારે પ્રચલિત