આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૦
 

વાર્તાનું શાસ્ત્ર-૧ આપી શકાય; કારણકે વાર્તાનો આનંદવિભાગ કળાનો વિષય છે, અને જ્યાં વાર્તાનો કલાવિભાગ યર્થાથ હોય ત્યાં બાળકને જરૂર આનંદ મળવાનો જ. પણ બધી કલાપૂર્ણ વાર્તાઓ હિતાવહ નથી હોતી એવો આપણો અનુભવ છે. આથી જ આપણે વાર્તાઓની પસંદગીની ખટપટમાં પડવું પડે છે. ૨૦ બાળકો માટે વાર્તાઓની પસંદગીના નિયમો બાંધીએ તે પહેલાં આપણે બાળકને, તેની વૃત્તિને તેમ જ તેની દુનિયાને જાણવી જોઈએ. આપણે આપણી દૃષ્ટિથી બાલજીવનના વ્યવહારનું નિર્માણ કરીએ તો બાળકોનો થોડા જ વખતમાં નાશ થાય. બાળક સંપૂર્ણ મનુષ્ય છે એ વાત ખરી છે, છતાં એ સંપૂષ્કૃતા બીજરૂપે છે. આથી જ વૃક્ષ માટે જે આબોહવા અને ખાતરની જરૂર છે તે આબોહવા અને ખાતર બીજ માટે હંમેશાં આરોગ્યવાહક નથી. બીજમાંથી સંપૂર્ણ વૃક્ષ સુધીની વિકસનની ક્રિયાનો સમય લાંબો છે અને તેમાં અનેક શ્રેણીઓ છે. પ્રત્યેક શ્રેણીએ વૃક્ષની હાજત ધ્યાનમાં રાખીને તેની માવજત કરવાની છે. વાર્તાની પસંદગીની દૃષ્ટિએ વિચાર કરીએ તો બાલ્યાવસ્થાની વાર્તાઓ, કુમારાવસ્થાની વાર્તાઓ, યુવાવસ્થાની વાર્તાઓ, પ્રૌઢાવસ્થાની વાર્તાઓ અને વૃદ્ધાવસ્થાની વાર્તાઓ તેમ જ સ્ત્રીઓને ગમતી વાર્તાઓ અને પુરુષોને ગમતી વાર્તાઓમાં આપણે ભેદ પાડવો જોઈએ; અને એ ભેદને ધ્યાનમાં રાખીને આપણે બાળકોને કહેવાની વાર્તાઓની પસંદગી કરવી જોઈએ. વાર્તાઓની પસંદગી વખતે ત્રીજી દૃષ્ટિ એ રાખવાની છે કે બાળક સમાજના બાલ્યકાળનો પ્રતિનિધિ છે. પ્રાથમિક મનુષ્યના વિકાસની ક્રિયાની સ્થિતિ સાથે બાળકના વિકાસની ક્રિયા ઘણી મળતી આવે છે. વળી આજના સંસ્કૃત સમાજના એક અંગભૂત