આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૭
 

૨૭ વાર્તાની પસંદગી વાર્તામાં કલાની અપૂર્વતા હોય કે ભાષાનું ભારેમાં ભારે લાલિત્ય હોય; એવી વાર્તાઓ તો બાળકો પાસે ન જ ધરવી જોઈએ. પહેલાં તો. આપણે અનીતિભરી વાર્તાઓને દેશવટો આપી દઈએ. અનીતિભરી વાર્તા અને ગ્રામ્ય વાર્તા વચ્ચેના તફાવત વિષે, અને ગ્રામ્ય વાર્તા કહેવામાં શા માટે હરકત નથી એટલું જ નહિ પણ પ્રસંગોપાત્ત એને કહેવામાં લાભ છે એ સંબંધે, અન્યત્ર લખવામાં આવેલું છે. આપણે હરહંમેશ ગ્રામ્ય વાર્તાઓને અનીતિપ્રે૨ક વાર્તાઓ ગણીને હાંકી કાઢવાની ભૂલ તો કદી ન જ કરીએ. કઈ વાર્તાઓ આપણે અનીતિપ્રેરંક ગણવી અને કઈ ન ગણવી તેના નિયમો ઘડવાની કશી જરૂર હોય જ નહિ; એ વાત તો આપણે સારી પેઠે સમજીએ છીએ. છતાં આપણી આજની દૃષ્ટિમાં અને ભૂતકાળની દૃષ્ટિમાં, વર્તમાનકાળની અને ભવિષ્યકાળની દૃષ્ટિમાં અનીતિપ્રેરક વાર્તાની વ્યાખ્યા સંબંધે દૃષ્ટિકોણ બદલવાનો જ. નીતિના વિષયમાં આજે આપણે જે અત્યંત વિઘાતક લાગે, જે અનિષ્ટ લાગે, તેનું પ્રતિપાદન કરનારી વાર્તાઓ આજે આપણે ન જ કહીએ. જે વાર્તાઓ માણસને નૈતિક બળમાંથી નીચે પાડે તે વાર્તાઓને પણ આપણે છોડી દઈએ. જે વાર્તાઓ આજના નૈતિક જીવનને પછાડનારી લાગે તેનો આપણે સંગ ન કરીએ. લગ્નજીવન નીતિજીવનનું અંગ છે. લગ્નની ભાવનાને નહિ પોષનારી વાર્તા કદાચ એક કાળે નિર્દોષ ગણાતી હોય, તોપણ આજે તે ત્યાજ્ય જ છે. આજે આપણે વિલાસ નથી જોઈતો, ભોગ નથી જોઈતા, તેથી બ્રહ્મચર્યવિઘાતક વાર્તાઓના પક્ષમાં આપણે ન ઊભા રહીએ. બાળલગ્નની બદીથી આપણે ખૂબ થાકી ગયા છીએ એટલે બાળલગ્નમાં આનંદ માનનારી વાર્તાઓ બાળકોના કાનથી દૂર રાખીએ. આજે આપણે ઉત્તમ બ્રહ્મચર્યના બળથી ન