આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૩૨
 

વાર્તાનું શાસ્ત્ર-૧ માખીઓ શું માબાપનું કહ્યું નહિ માનતી હોય માટે મરી જતી હશે ? ખરી રીતે તો બચ્ચું વરાળના સખ્ત કાનૂનથી અને પોતાના એ શક્તિથી બચી જવાના અજ્ઞાનથી મરે છે. મા ના પાડે અને બચ્ચું મરી જાય તેમાં માની આજ્ઞાનો ભંગ અને મરણને કશી લેવાદેવા નથી; એ અનુસંધાન અનુચિત છે એ દેખીતું છે. માખીના બચ્ચા જેવાં બાળકોને કે વાડામાંથી પાડું એક, છૂટું થઈને નાઠું છેક’ - વાળી કવિતાના પાડા જેવાં બાળકોને આપણે ઉદ્ધત બાળકો કહીએ છીએ. ખરી હકીકત તો એમ છે કે આવાં ઉદ્ભુત દેખાતાં બાળકો જ કંઈક બળવાન છે, કે જેઓ માબાપની સમજણ વિનાની આજ્ઞાને ઉથલાવી આજે ચાલતી નૈતિક શિક્ષણની પ્રણાલિકામાં કેટલી ભૂલ છે અને એ કેટલી બધી નિરર્થક છે એ બતાવે છે. ડૉ. મોન્ટીસોરી 'The Survey of Modern Education' નામના શિક્ષણને લગતા વિચારો દર્શાવતાં લખે છે: ૩૨ 'True, rebellious children occasionally demonstrate the futility of such teachings (moral teachings). In those cases a good instructor chooses appropriate stories showing the baseness of such ingratitude, the dangers of disobedience, the ugliness of bad temper, to accentuate the defects of the pupil. It would be just as edifying to discourse to a blind man on the dangers of blindness, and to a cripple on the difficulties of walking. The same thing happens in material matters; a musicmaster says to a beginner. 'Hold your fingers properly;