આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૩૬
 

વાર્તાનું શાસ્ત્ર-૧ હતા. વહાલીને કોઈ બોલાવે ત્યારે તે રોઈ પડતી ને કાંઈ જવાબ દેતી નહિ, પણ આનંદીને હેત કરીને કોઈ બોલાવે ત્યારે તે રાજી થતી અને પૂછે તેના બહુ સારા જવાબો આપતી હતી. વહાલીને સગાંવહાલામાં કાંઈ જવું પડે તો તે રોતી, પણ આનંદીને કાંઈ જવું આવવું પડે તો તે ઊલટી ખુશ થતી હતી. વહાલી નિશાળે જતી વખત પણ રોતી અને પાઠ વાંચતી વખત પણ રોતી, તેથી રોવામાં જ એનો ઘણો વખત જતો, એટલે તેને લેસન આવડતું નહિ; પણ આનંદી તો ખુશીથી નિશાળે જતી અને ધ્યાન આપીને પાઠ વાંચતી, તેથી પોતાના વર્ગમાં તે પહેલે નંબરે આવતી, જ્યારે વહાલી પોતાના વર્ગમાં છેલ્લે નંબરે રહેતી હતી. આનંદી સ્વભાવ રાખવાના ફાયદા આનંદીનો આવો આનંદી સ્વભાવ હોવાથી સૌ ઠેકાણેથી તેને આનંદ મળતો. ઘરમાં પણ તે આનંદથી રહી શકતી. નિશાળમાં પણ તેનો નંબર પહેલો હતો, એટલે ત્યાં પણ તે મહેતાજીની માનીતી ને બીજી છોકરીઓની ઉપરી જેવી હતી. પાડોશીઓના ઘરમાં પણ તેનો દાખલો દેવાતો અને પાડોશણો પોતાની છોકરીઓને કહેતી: "બહેનો ! આનંદી જેવી થાઓ.” સગાંવહાલાંમાં જ્યાં જાય ત્યાં પણ બધે ઠેકાણે આનંદીનાં વખાણ થતાં ને તેને માન મળતું હતું. આ બધું શાથી ? આનંદી સ્વભાવ રાખવાથી. માટે આપણે પણ આનંદી સ્વભાવ રાખવો જોઈએ. ૩૬ આનંદીને જ્યારે સૌ ઠેકાણેથી ઉપર પ્રમાણે આનંદ મળતો હતો ત્યારે રોતીસૂરત વહાલીને સૌ લોકો મશ્કરી કરતા અને તેનો તિરસ્કાર કરતા; એટલું જ નહિ પણ વહાલીની મા પણ તેના રોવાથી કંટાળી જતી અને કહેતી : "આ રાંડ મરી જાય તો સારું.” અને એ બધું શા સારુ ? વહાલીના રોતીસૂરતપણાને લીધે જ.