આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૪૧
 

વાર્તાની પસંદગી નથી. નાનો હતો ત્યારે વિના કારણ બીતો હતો. એકવાર તો ભારે ગમ્મત થઈ ! અત્યારે હું એને ગમ્મત કહું છું, પણ તે દિવસે તો મારી ભારે રોજડી થઈ હતી. મારા બાપા પાસે હું સૂતો તો. રાતના મને પેશાબ કરવાની હાજત થઈ. છેક મળસકું થવા આવ્યું હતું. હું ખાટલામાંથી ઊઠયો. પણ જ્યાં ખાટલામાંથી નીચે પગ દઉં ત્યાં ઓશરીના પગથિયા ઉપર મેં કંઈક મોટું મોટું, કાળું કાળું ભાળ્યું. એ શું હશે તેનો વિચાર હું કાંઈ કરી શકયો જ નહિ. અને જ્યાં વિચારશક્તિ મંદ પડી ત્યાં ભૂતની વાતોએ મગજનું પડ ઉખેડયું. એ જે કાંઈ દેખાતું હતું તેમાં મને ભૂતનો ભાસ થયેલો. એકવાર ભૂતની બીક લાગવા માંડી પછી ભૂતના સાચા વર્ણન ઉપર નજર રાખી ભૂતથી બીવાનું નથી હોતું; પછી તો જ્યાં બુદ્ધિ થાકે ત્યાં ભૂત, ભૂત ને ભૂત જ દેખાય. હું તો બી ગયો; પાછો પથારીમાં સૂઈ ગયો ને ગોદડું એવું તો જાપતાથી આખા શરીર ઉપર ઓઢયું કે ભૂત તો શું, પણ શ્વાસ લેવાનો પવન પણ અંદર આવી શકે નહિ ! પેશાબ કરવાનું તો કાંઈ પડયું રહ્યું ને હું તો ધબકતે કાળજે રામ રામ કરવા મંડી પડયો. સવાર પડયું. ઊઠીને જોઉ ત્યાં તો મારા બાપાના બે જોડા પડેલા ! એ જોડાથી જ રાત્રે હું બીધો હતો એની મને ખાતરી થઈ, અને એ ખાતરી થતાં મને ખૂબ હસવું આવ્યું. આમ છતાં હું બીકણ મટયો નહિ. જેમ જેમ આપણે મોટા થતા જઈએ તેમ તેમ આપણામાં બુદ્ધિબળ ને સાહસ કરવાનો જુસ્સો વધતાં જાય છે ને તેથી આપણામાંથી ખોટી બીક જવા લાગે છે. છતાં એ બીક કાઢવા માટે આપણે આપણી બીકણ જાત સાથે લડવું પડે છે. હવે અમે બીતા નથી એવું અમારા મનને ચોક્કસ પાયે ઠસાવવા માટે અમે બધા સ્મશાનમાં, જ્યાં ભૂત થતાં હતાં તેવા પીપળા અને આંબલી નીચે જવા લાગ્યા, અને ખોંખારા ૪૧