આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૫૩
 

વાર્તાઓનો ક્રમ અનુભવ છે. કેટલાંએક બાળકો એવાં છે કે જેઓ સ્વભાવથી પોતાને જોઈતું જ્ઞાન મુખ્યત્વે નરી આંખથી લે છે, તો કેટલાંએક બાળકો એવાં છે કે જેઓ જરૂરી જ્ઞાન પ્રમુખતઃ કાનથી લે છે. જે બાળકો આમ કાનથી જ્ઞાન લેવાવાળાં છે. તેઓને માટે અંગ્રેજીમાં કર્ણમન- વાળાં (ear-minded) એવો શબ્દ છે. કાનથી જ્ઞાન લેવાવાળાં બાળકોમાં બે પ્રકાર સામાન્ય છે; એક પ્રકાર ધ્વનિપ્રિય બાળકોનો અને બીજો પ્રકાર શબ્દપ્રિય બાળકોનો. ધ્વનિપ્રિય બાળકો સંગીત- પ્રધાન નીકળે છે. જ્યારે શબ્દપ્રિય બાળકો સાહિત્યપ્રધાન નીકળે છે. આવાં સાહિત્યપ્રિય બાળકોને વાર્તા સાંભળવી ગમે છે. છેક બચપણથી જ તેમને વાર્તાશ્રવણમાં ખૂબ રસ આવે છે. જે બાળકો વધારે પ્રમાણમાં દર્શનપ્રિય હોય છે તેઓ વાર્તા સાંભળવામાં ઓછો રસ લે છે : તેમને જીવતીજાગતી દુનિયાના જીવંત અનુભવો કરવામાં જ વધારે રસ આવે છે. એકલાં અથવા વધારે પડતાં કલાપ્રેમી અને ઓછાં સાહિત્યરસિક બાળકોને વાર્તાનું કથન પ્રિય લાગતું નથી એમ કહી શકાય. સિદ્ધસૂત્રરૂપે નહિ પણ અનુભવથી કામચલાઉ સૂત્ર તરીકે મૂકી શકાય કે વાર્તા સાંભળવાનાં ભારે રસિક બાળકો મોટે ભાગે સાહિત્યપ્રેમી થવાનાં. ૫૩ શા માટે બાળકો જોડકણાં અને અર્થ વિનાની વાતો સાંભળવા તત્પર રહે છે તેનો આ એક ખુલાસો છે. છેક નાનાં બાળકો જોડકણાંવાળી અને પોતાની આસપાસની દુનિયાનું જેમાં ક્રિયાત્મક પ્રતિબિંબ પડે છે તેવી વાર્તાઓ સાંભળે છે તેનું એક બીજું પણ કારણ છે. પોતે જે સઘળું નજરે ભાળે છે અને અનુભવે છે તે ભાષાના રૂપમાં બદલાઈ જાય છે, એ અનુભવ બાળકને નવો છે, અને તે કાંઈ જેવો તેવો નથી. આ અનુભવ તેને