આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૫૫
 

વાર્તાઓનો ક્રમ દેખીતું છે. હવે એક ચોથું કારણ પણ છે કે જેથી બાળકને વાર્તા સાંભળવી ગમે છે, ને તે સાંભળવાથી તેને લાભ થાય છે. કેટલીએક પ્રવૃત્તિઓ જ એવી છે કે જે બાળક ઈચ્છે છતાં તેને બાળકના હિતમાં કોઈ ક૨વા દેતું નથી; તેમ કેટલીએક પ્રવૃત્તિઓ એવી છે કે જે બાળક તેને કરવા ચાહે છે ને તે કરી શકે છે, છતાં અજ્ઞાનનાં અને એવાં બીજાં ક્ષુદ્ર કારણોને લીધે માબાપો કે શિક્ષકો તેને તે કરવા દેતાં નથી. બાળકની સાહજિક વૃત્તિઓને રોકવાથી બાળકની ઈચ્છાઓ અતૃપ્ત રહે છે. એ ઈચ્છાઓ પછી બાળકને વાસ્તવિક રીતે નહિ તો કલ્પનાથી તૃપ્ત કરી લેવી પડે છે. કલ્પનાથી એટલા જ માટે કે એકલી કલ્પના કરવાથી પણ બાળકની અતૃપ્ત ઈચ્છાને ઘણોખરો સંતોષ મળી જાય છે. જેમ આપણા કોઈ મિત્રને મળવાને આપણી તીવ્ર ઈચ્છા હોય છતાં આપણને કોઈ તેની સાથે મળવા ન દે તો છેવટે આપણે તેની છબી જોઈને અરધોપરધો આનંદ મેળવવા રાજી હોઈએ છીએ, તેમજ બાળક અર્ધતૃપ્ત કે અતૃપ્ત ઈચ્છાને વાસ્તવિકતાથી નહિ તો કલ્પનાથી સંતોષવા પ્રેરાય છે. આ કલ્પનાથી સંતોષવાની રીત તે વાર્તાનું શ્રવણ છે. જો વાર્તા દ્વારા બાળકની અતૃપ્ત ઈચ્છાને સંતોષ મેળવવાનું ન મળે તો બાળકને કેવાં નુકસાન થાય તેનો વિચાર અહીં અપ્રાસંગિક હોઈ તે આપણે છોડી દઈએ છીએ. બાળકને વાર્તા સાંભળવાની મરજી થાય છે તેનું એક મોટું કારણ એ છે કે વાર્તાના શ્રવણમાં બાળકને પોતાને જે જાતનો વિકાસ જરૂરી છે તે તેને મળે છે. કઈ જાતનો વિકાસ બાળક વાર્તા દ્વારા શોધે છે તે દરેક પ્રસંગે પારખવું મુશ્કેલીભર્યું છે; પણ એટલું તો ચોક્કસ છે કે જે વાર્તા બાળકને કોઈ ને કોઈ રીતે ઉપકારક નથી તે સાંભળવા તે પ્રેરાતું નથી. અહીં વાર્તા સાંભળવી ન સાંભળવી બાળકની મુનસુફી ઉપર રહે છે એમ માની લેવામાં આવ્યું છે. ૫૫