આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૫૯
 

વાર્તાઓનો ક્રમ તપશ્ચર્યા કરવા ગયા અને પાછળથી પાર્વતીમાતાએ પોતાના મેલમાંથી ગણપતિજી અને ઓખાને ઉત્પન્ન કર્યાં ને પછી શંકર આવ્યા ને ગણપતિજીનું ડોકું કાપી લીધું ને ઓખા એક મીઠાની ઓરડીમાં સંતાઈ ગઈ, તે હકીકતમાંથી વણેલી હતી. પણ જ્યારે શંકર મોટી દાઢી લઈને આવે ને ગણપતિ તેને કહે : "એ જોગટા ! કોણ છે ? ચાલ્યો જા; ભાગી જા.” ને શંકર માને નહિ એટલે લડાઈ થાય, ને તેમાં શંકર હફ લઈને ગણપતિજીનું ડોકું કાપી નાખે ને ઓખા કૂદ કૂદ કરતી નાસી જાય, એ પ્રસંગ આવે ત્યારે આ છોકરી એકાકાર બની જતી. પોતે જ જાણે ઓખા હોય અને તેનો ભાઈ જાણે ગણપતિ હોય એમ તેને લાગતું; તે પોતે જે ઘરને ઓટલે બેસતી તે જ ઓટલો શંકરના કૈલાસભવનનો ઓટલો તેને લાગતો, અને તેની માની નહાવાની ઓરડીમાં જ જાણે પાર્વતી નહાવા બેઠાં હશે એમાં તેને થતું. આ વાર્તાનાં કયાં તત્ત્વો એ છોકરીને આકર્ષી શકયાં હશે તે કહેવું મુશ્કેલ છે. નાનપણથી કોઈ એકાદ વાર્તા માટે પક્ષપાત બંધાઈ જવો એ આવા આનંદાનુભવને કારણે જ છે. ૫૯ મેં નાનપણમાં કેટલી યે વાર્તાઓ સાંભળેલી, પરંતુ મારી બાએ કહેલી 'ત્રણ જૂબાઈની વાર્તા' હજી પણ મારી સ્મૃતિમાંથી ગઈ નથી. એ વાર્તા આખી ભૂલી ગયો છું, પણ એક જૂ જંગલમાં રહેતી ને એક જૂ ઘંટીના થાળામાં રહેતી ને એક જૂ પાદર રહેતી. એ સાંભળતાં મારા મનમાં જંગલની ને પાદરની જે કલ્પના થતી તેનો, ને જંગલમાં રહેનારી જૂ પોતાને માથે સૂરવાળીનો ભારો લઈને ઘંટીના થાળાની જૂને મળવા આવતી ત્યારે મારી આંખ આગળ એકાદ કણબણ સીમમાંથી લાણો લઈને નીતરતે લૂગડે આવતી હોય તેનો દેખાવ નજરે તરે છે. એ વાર્તા સાથે