આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૬૩
 

વાર્તાઓનો ક્રમ સૃષ્ટિઓ-જેવી કે ભૂતપ્રેતસૃષ્ટિ, ગાંધર્વકિન્નરસૃષ્ટિ, પરીઓની સૃષ્ટિ, રાક્ષસાદિની સૃષ્ટિ - ને તે આ કુદરતનાં બળોમાં કલ્પતો અને તેમની વાતો ઉડાવતો. આ વાતો તે કલ્પિત વાતો. આપણે બાળકને સમાજના પ્રાથમિક મનુષ્યની સાથે સરખાવેલ છે. સમાજના પ્રાથમિક મનુષ્યની બુદ્ધિ બાળકમાં જેટલા પ્રમાણમાં છે તેટલા પ્રમાણમાં તેને આ કલ્પિત વાતો ગમે છે. ૬૩ કલ્પિત વાતો બાળકો સાંભળે છે એનું એક ત્રીજું કારણ પણ આપી શકાય. પોતાની કલ્પનાશક્તિ ખીલવવાને માટે એને તૃપ્તિ આપવાને માટે, કલ્પક બાળક આવી વાર્તાઓમાં રસ લે એ સ્વાભાવિક છે. વાસ્તવિકતાભરી વાતો સાંભળ્યા પછી વાસ્તવિકતાના પાયા ઉપર રચેલી કલ્પનામાં વિહાર કરવાની કલ્પક બાળકની વૃત્તિને આવી વાર્તા સાંભળવાથી જ સંતોષ મળી શકે. જે વાતોમાં મનુષ્યસ્વભાવ અને લક્ષણનાં, મનુષ્યના વર્તનની વિલક્ષણતાનાં, મનુષ્યના ભાવાભાવનાં, મનુષ્યની નિર્બળતા-સબળતાનાં પ્રતિબિંબો છે, તે વાર્તા વાસ્તવિકતાના પાયા ઉપર રચેલી ગણવામાં વાંધો ન હોવો જોઈએ એવું મારું માનવું છે; અને એવી વાર્તાઓ સાંભળવાથી બાળક પોતાની કલ્પનાશક્તિને કેળવે છે એ સત્ય હોવાથી બાળકો શા માટે આવી વાર્તાઓ સાંભળે છે તેનો એક વધારે ખુલાસો મળે છે. આવી વાર્તાઓ સાંભળવાનું એક ચોથું કારણ છે. જો આવી વાર્તાઓને વાસ્તવિકતાના પાયા ઉપર રચેલી ન ગણીએ અને તદ્દત હવાઈ યાને મનથી માની લીધેલી એટલે કે make- believe ગણીએ તો આપણી પાસે એક બીજો ખુલાસો છે. જે બાળકોને માબાપો અથવા શિક્ષકો વાસ્તવિક જીવન જીવવાની ના પાડે છે કે તેમાં આડે આવે છે તે બાળકોના ઉ૫૨ એક જાતનું