આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૬૬
 

વાર્તાનું શાસ્ત્ર-૧ છોકરાઓનાં મોઢાંઓ ઉપર આળસ, ઊંધ અને કંટાળા સિવાય બીજું કંઈ જ દેખાય નહિ. પછી તો ગઢવીનો પોતાનો રસ પણ ઓછો થવા લાગ્યો, ને જેમ જેમ છોકરાઓ વાર્તામાંથી ઊઠી ઊઠીને ચાલતા થતા ગયા તેમ તેમ તેમની વાર્તાની ઝમક પણ ઊડતી ગઈ. આખરે વાર્તા પૂરી થઈ. આ જ વાર્તા જો ગઢવીએ ચોરા ઉપર પડેલા અફીણી પણ રસિક અને જુવાન ગરાસિયાઓને કહી સંભળાવી હોત તો ગઢવીને સારો એવો સરપાવ મળી જાત; પણ અહીં તો ઊલટું ગઢવીની વાર્તામાં કાંઈ દમ નહિ એમ સૌને લાગ્યું. આનું કારણ એ હતું કે વાર્તા પસંદ કરવામાં ગઢવીએ મોટી ભૂલ ખાધી હતી. જે છોકરાઓ વાર્તા સાંભળવા બેઠા હતા તે છોકરાઓ ઊછરતા કુમારો હતા; કૌમારાવસ્થાનું લોહી તેમનામાં ઊછળી રહ્યું હતું; તેઓના શરીરનો અને મનનો વેગ પોતાનાં ઘરો, શેરીઓ અને ગામના સીમાડાને વટી જઈને દૂર દૂર ઊડતો હતો; તેમની રગોમાં નવા નવા અનુભવો કરવાને, નવી નવી શોધો કરવાને, નવી નવી શક્તિઓ અજમાવવાને, એ અવસ્થાનું લોહી ધપી રહ્યું હતું. તેમને સાહસની, પરાક્રમની ને શૂરાતનની વાર્તાઓ જોઈતી હતી; તેમને બહાદુરીની, નિખાલસ ઉદારતાની ને અન્યને માટે બલિદાન આપનાર યોદ્ધાઓની વાર્તાઓ જોઈતી હતી. તેમને એકલી પ્રેમની કથા નહોતી જોઈતી; પ્રેમની અવસ્થા યાને યુવાવસ્થા હજી તેમનામાં પ્રવેશી ન હતી. ગઢવીની વાર્તા ઈશ્કની હતી. આથી જ ગઢવીની વાર્તા નિષ્ફળ ગઈ. આ હકીકત શ્રેણીનો વિચાર કરવાની જરૂરિયાત બતાવે છે. બાલમંદિરમાં કેટલીએક વાર સારા મહેમાન પાસે વાર્તા કહેવરાવવાનો પ્રયોગ કરીએ છીએ ત્યારે પાકો અનુભવ થાય છે કે વાર્તાકથનના વિચારમાં શ્રેણીનો વિચાર આવશયક છે જ. $$