આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૭૫
 

વાર્તાઓનો ક્રમ વિનોદ વિનોદમાં ફેર પડે છે, છતાં સાચો વિનોદ અને શુદ્ધ વિનોદ લગભગ મોટી ઉંમરનાં બાળકો જ ઝીલી શકે છે. આ ઉપરાંત બીજા રસોથી ભરપૂર વાર્તા જ્યાં જ્યાં કહી શકાય ત્યાં ત્યાં કહેવાની છૂટ જ છે. શ્રેણી એ બંધન નથી પણ દિશાસૂચક વસ્તુ છે; શ્રેણીનું કામ એટલું જ છે. જેટલે અંશે શ્રેણી અનુભવ ઉપર રચાયેલી છે તેટલે અંશે તેની ઉપયોગિતા નિશ્ચિત છે. ૭૫ હવે શ્રેણી પ્રમાણે બાળકની ઉંમરનો વિચાર કરીએ. આ બાબતમાં આપણે ત્યાં યુરોપ જેવા પ્રયોગો નથી થયા. આથી આપણે કહી શકીએ નહિ કે આટલી ઉંમરના બાળકને માટે આ શ્રેણી યોગ્ય ગણાય. પણ જ્યારથી બાળક વાર્તા સાંભળવા માંડે ત્યારથી તેની પહેલી શ્રેણીને માટેની યોગ્યતાની કલ્પના કરવી. પછી તો બાળકના રસને અનુસરીને શ્રેણીઓ અને ઉમરનો મેળ મેળવવો. આ દિશામાં ખાસ અખતરા કરવાની જરૂર તો છે જ. વાર્તાઓ કયા ક્રમમાં કહેવી તે સંબંધે આટલું ઘણું થશે એમ ધારી આ પ્રકરણ પૂરું કરું છું.