આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૭૭
 

૭૭ વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી? કરી લેવાની જરૂર જણાશે. કેટલીએક વાર્તાઓ ભાષામાં સુંદર છે તો તેનું વસ્તુ અને તેની રચના ખામીવાળાં છે; કેટલીએક વાર્તાનું વસ્તુ સ્વીકાર્ય છે, તો તેની રચના અને ભાષા ત્યાજ્ય છે; કેટલીએક વાર્તાઓ વળી એવી છે કે જેની રચના ઠીક છે પણ જેની ભાષા અને વસ્તુમાં ઠેકાણું નથી. પ્રત્યેક વાર્તામાં વિશિષ્ટતા છે, પરંતુ પ્રત્યેકમાં સર્વાંશે સંપૂર્ણતા નથી. વાર્તા કહેનારે એવી વાર્તાઓ પોતાની જાદુઈ પેટીમાં સંગ્રહવાની છે, કે જેઓ સર્વાંગ- સુંદર હોય. એની ભાષા સાંભળનારને અનુકૂળ છતાં લોકપ્રાણથી ભરેલી જોઈએ, એની રચના સ્વાભાવિક છતાં કલાપૂર્ણ જોઈએ, ને એનું વસ્તુ લોકપ્રિય છતાં સર્વથા નીરોગી અને ઉચ્ચ આદર્શપ્રેરક જોઈએ. આપણી પાસે જે સઘળી વાર્તાઓ છે તેમાંની કેટલીએક વાર્તાઓ કથનશ્રવણના કાર્ય માટે જ આજે જમાનાથી વપરાતી આવી છે. એ વાર્તાઓ કથનશ્રવણમાં જ વપરાતી હોવાથી એનું સ્વરૂપ, એનો આકાર, એનાં રૂપરંગ વગેરે, વાચન માટે જે વાર્તાઓ લખાયેલી છે તેનાથી જુદાં છે. કથનશ્રવણ યોગ્ય વાર્તાઓ વહેતી નદીઓ જેવી છે. એનું વસ્તુ, એની ભાષા અને એની રચના થોડે યા ઘણે અંશે લોકરુચિને અનુકૂળ થતાં જ આવ્યાં છે, જેમ નદીનો પ્રવાહ પોતે જે પ્રદેશમાંથી વહે છે તે પ્રદેશને થોડા યા વધારે અંશે અનુકૂળ વહેતો રહે છે તેમ. જે વાર્તાઓ વાચન માટે લખાયેલી છે તે વાર્તાઓને તળાવો કે સરોવરો સાથે સરખાવી શકાય. એમાં નવીનતાને, પ્રગતિને અને ફેરફારોને અવકાશ નથી. એક કાળે જે રુચિને અનુકૂળ થવા એ વાર્તાઓ લખાયેલી હતી તે જ રુચિને અનુકૂળ થવા એ વાર્તાઓ આજે પોતાનું અસ્તિત્વ ધરાવે છે; નવી રુચિનો તે સ્વીકાર કરતી નથી,