આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૮૦
 

વાર્તાનું શાસ્ત્ર-૧ કથનશૈલી છે. જે રીતે વાર્તાઓ લખેલી હોય છે તે જ રીતે જો કહી સંભળાવવા બેસીએ તો શ્રવણમાં લેશ માત્ર રસ જામે નહિ એવો મારો અનુભવ છે. કહેવા યોગ્ય વાર્તા સંવાદથી, પ્રશ્નથી, વર્ણનથી, અલંકારયુક્ત વાકયપ્રયોગોથી શરૂ થતી નથી; એ તો એની સ્વાભાવિક સાદાઈમાં જ આપણે હોઠે અને સાંભળનારને કાને જઈને બેસે છે; કહેનાર અને સાંભળનાર વચ્ચે હૃદયેહૃદયનો તાર એકદમ સાંધી દે છે. પહેલું જ વાકય વાર્તાના પ્રાણને વ્યકત કરે છે, ને દરેક વાકયે તેનો પ્રાણ ખીલતો ચાલે છે. નથી એમાં ક્ષેપક વર્ણનો આવતાં કે નથી એમાં પાત્રોના આંતર વિચારોની શ્રેણીઓ આવતી. હવે વાંચન યોગ્ય વાર્તાને કથન યોગ્ય કેમ બનાવી શકાય તે નમૂનાથી બતાવીશું. ૮૦ સરસ્વતી નદીના કિનારા ઉપર એક વખત સાંજ પડતી હતી. કિનારે ગૌતમ ઋષિનો આશ્રમ હતો.’’ આ વાકય 'કુરબાનીની કથાઓ'માં મૂકેલી બ્રાહ્મણની વાર્તાનું છે. વાર્તાના પ્રમુખ પાત્ર સત્યકામ જાબાલનું નામ વાર્તાની અઢારમી લીટીએ દેખાય છે. જેવી રીતે આ વાર્તા લખવામાં આવી છે, તેવી જ રીતે તે સંભળાવવા બેસીએ તો સત્યકામ જાબાલનું નામ કહેનારના મોં ઉપર આવે તે પહેલાં તો બાળકો વાર્તાશ્રવણને છોડીને રમવા માટે ચાલ્યાં જ જાય. આમાં વાર્તાનો વાંક નથી; વાર્તાનું વસ્તુ અત્યંત મનોહર છે, ને તેથી ય મનોહર તો તેની લેખનશૈલી છે. વાંચવાના પ્રદેશમાં પહોંચેલા વિદ્યાર્થીઓને તો આવી રચના ભારે આનંદદાયક લાગે, એટલું જ પણ હવે શું આવશે, । શું આવશે, તેની રાહમાં ને રાહમાં તેમનો વાર્તા વાંચવાનો વેગ અને ઉત્સાહ વધતાં જ ચાલે. પણ આ જ વાર્તા કહેવી હોય તો એની ઢબ બદલવી જોઈએ. કાં તો આપણે આવી રીતે શરૂઆત કરવી જોઈએ :-