આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૫
વસુંધરાના વહાલાં-દવલાં
 

હોત છો અત્યારે નરસ બની ને ને ક મેં’તીજીનું ભણીને પારકી બેન-દીકરીઓની આશિષો લેતી હોત – આજ નિસાસા લેવા પડે છે.”

“સૌનું એમ જ છે, નંદુ ! મનેય આ ધંધે ચડાવનાર મારા ન્યાતીલા જ છે ને ? માં બાપના કારજ કરવા બેનને વેચવી પડી અને પાંચ કોથળી છોડ્યા વાબર જન્મારો આખો કુવારો રહેવાની અવદશા દેખી એટલે જ ઊંડી દાઝનો માર્યો આ માર્ગે વળ્યો છું ને ?”

“ઠીક છે, મારા ભાઈ, આ જ ઠીક છે. આપણા બેના કસબમાંથી બીજા પાચ-સાતનો પેટગુજારો તો થાય છે ને ? વાઘરીથી લઇ વકીલ સુધી સૌને ધંધો તો પકડાવ્યો ને આપણે !”

“બસ, બસ ! ઉદ્યમ કરને ખાવું છે ને ? મારેય જુના કરજ ભરપાઈ કરતા આરોવારો નથી આવતો. દીનદયાળ શેઠનું લેણું એ તો પઠાણનું લેણું છે, બાઈ ! પૂરું કર્યે જ ઉગાર છે.”

“ને વળી આપને તો એક અચૂક નીતિ રાખી છે ને, કે વેશ્યાને હાથે આ બચાડી વાઘરણને ને વેચવી. આપણે પણ ઈશ્વરને માથે જ રાખ્યો છે, ભાઈ!”

એવી વાતોએ આ નંદુ અને શિવલાની જીવન-કથા તાજી કરાવી. બંનેના અંતરમાં જલતા જુના સામાજિક વૈર યાદ કરાવ્યા. ત્રણ વાગ્યાની ટ્રેનમાં સોનાની પૂતળી તેજુને ડાકોરની યાત્રા કરાવવા બંને ભાગીદારોએ રણછોડરાયના ઈશ્વરી ધામનો રસ્તો લીધો.

‘રણછોડ.....રાયકી......જે ! ‘ એવા લહેકાદાર જયકારોએ ડાકોરની ગાડીનો ડબ્બો ગુંજાવી મૂક્યો હતો. યાત્રાળુઓના ટોળા ઉછળી ઉછળી ગાતા હતા –

રણછોડરાય; રણછોડરાય બીજું નૈ નૈ નૈ નૈ !

કાગડા ઢેઢગરોળીઓને ચાંચમાં પકડે એવા પ્રકારે તીર્થગોરો યજમાનોના કાંડા ઝાલી રહ્યા હતા. ગોમતીના પાણી પર માનવશરીરોના મેલ તરતા હતા. ગોમતીના ઘાટ ઉપર વૃદ્ધાઓ અને યુવતીઓના માથામાંથી હજામના પુનીત અસ્તરાઓ લાંબા વાળનું છેલ્લું સૌંદર્ય પણ