આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૦
વસુંધરાના વહાલાં-દવલાં
 


“જ્ઞાનદ્રષ્ટિ તો યાત્રાધામમાં હોઈએ ત્યાં સુધી જ શોભે. પાછા આપણે સંસારમાં આવ્યા, હવે પ્રેમદ્રષ્ટિની વાતો કરીએ.”

“ભાઈ...”

“હા, એક દ્રષ્ટિએ તો પ્રત્યેક પતિ-પત્ની ભાઈ-બહેન જ છે.”

“તમને એ છેતરી ગયા. એ મારા માં-બાપ નથી. હું તો, શેઠ હલકા કુલની અસ્ર્ત્રી છું. મને તો એ જાત્રા કરવા લાવેલા. હું તો હજી પરમ દિવસે ઇન્દ્રનગરની જેલમાંથી છૂટી.”

આગગાડીના પીડા યાત્રાળુના કલેજા પરથી પસાર થતા હોય તેવી અસર તેજુના આ સમાચારે તેના અંતર પર પાડી. એનું ચાલત તો એ ટ્રેન ઊભી રખાવત.

“તું જેલમાંથી છુંટી ?”

“હા હા, હું તેજુડી, અસલ તો અડોડીયાના દંગામાં ભમ્નારી, પછી વાઘરીઓના વાસમાં રહેનારી, મારે એક છોકરો હતો. મારા પાતક ધોવા આ બે જણા મને ઇન્દ્રનગરથી આહી લાવેલા.”

“ઇન્દ્રનગર ?” યાત્રાળુએ પોતાની પાસેનું શિવલા ગોરે આપેલું સરનામું કાઢીને વાંચ્યું. નામ લખ્યું હતું : શેઠ ચતુર્ભુજદાસ દ્વારકાદાસ, નવાનગર.

“એનું નામ શુ છે ?” વરરાજાએ આભા બની જઈને પૂછ્યું.

“મને ખબર નથી. મેં નામ પૂછ્યું નથી.”

“તું વાણિયાની દીકરી નથી ?”

“ના શેઠ, મારા પ્રારબ્ધ એવા નથી !”

“બધી જ વાત બનાવટ છે ?”

“મને કાઈ ખબર નથી. મને પ્રાછત કરાવવા આણી’તી. મને હવે છોડો.”

“તું ક્યાં રહે છે ? ક્યાં જઈશ ?”

“મારે ઘર નથી, સગુંવહાલું કોઈ નથી.”

સંસાર-જીવનના ભીતડાને પહેલી-છેલ્લી વાર ઊભાં કરવાનો