આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૫
વસુંધરાના વહાલાં-દવલાં
 

તેમાંથી ખોદવાની શી જરૂર છે ? “

પ્રતાપની આંખોમાં જળ ઉભરાયા : “ ભાભા, મારે એના મૂળિયાં પણ નથી ખોદવા. એના મૂળિયાં ખોદનાર મારા બાપ અને હમીરભાઈ તો મારી ખૂટ્યા છે. મારે ફક્ત આટલો ત્રાગડો મેળવવો છે કે એ અને એનો છોકરો ક્યાં છે ? જીવે છે કે મૂએલા છે ?”

15

નવી લપ


પાંચાલ દેશના ડુંગરા પ્રમાણિક છે. જેવા છે તેવા જ દેખાય છે. પણ એ ડુંગરમાળામાંથી નીકળીને વહેતી એક નદીનું દિલ દગલબાજ છે. એ નદીનું નામ ભોગાવો છે. એનાં પેટમાં ફોડાં છે.

ચોમાસા પહેલાંજ વરસાદનું પાણી ડુંગરાઓનાં હૈયાંમાંથી અમૃત સરીખું નિર્ઝરીને જ્યારે ભોગવાના પેટમાં પડે છે ત્યારી છૂપુ ઝેર બને છે. એની સપાટી ઉઅપ્ર સૂકી માટીની પતરીઓ વળી જાય છે. જમીન જેવી એ જમીન નીચે બબ્બે-ત્રણત્રણ મથોડાં ઊંડી રાબ સંતઈ રહે છે. કેટલાંય ઘોડાં અને ઊંટિયા. અસવાર સહિત કે અસવાર વગરનાં, સીધી વાટે ચાલ્યાં જતાં, એ રાબડના ગુપ્ત કૂપો પર પગ પડતાંની સાથે જ અંદર ગાયબ બની ગયાના દાખલા છે. બહાર નીકળવા જોર કરનાર પ્રાણી એ ફોડાંની ચૂડમાં વધુ જલદી સપડાય છે.

એ મૃત્યુ ભયાનક છે, કેમ કે પોતાના ભક્ષને ગળી જતાં ફોડાં નથી પોતે કોઈ અવાજ કરતાં કે નથી પોતાના શિકારને, 'દોડજો ! દોડજો !' ની બૂમો પાડવાનો સમય આપતાં. ભોગવાનાં ફોડાં અને દગલબાજ માન્વી, બે વચ્ચે ફેર આટલો જ પડે છે કે ફોડાં ખાસ કોઈને ફસાવી પાડવા નીકળતાં નથી, તેમ પોતાનું કામ એ બે-પાંચ પળમાં જ