આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૪
વસુંધરાના વહાલાં-દવલાં
 

“બસ ! બસ !” ખેડુએ બળદનું પૂછડું ખેંચતે ખેંચતે કહ્યું, “ધરતીમાં એટલો બધો સમાસ જ ક્યાં છે ? ઢોરને ને માણસને બેયને ક્યાં સમાડવાં? પરમ ડી જ મારો છોકરો ધાણીફૂટ તાવમાં ઊડી ગ્યો. આઇ તો જલમ્યાં એટલાં જીવે નઈં ઈ જ સારું. ભગવાના કામી અણસમજુ હશે !”

એ વાકયના વિરામચિહ`ના રૂપે બળદના દેબા ઉયપરા ખેડૂતનો પરોણો પછાડાયો. તે સાંભળીને મદારીથી ફરી એક વાર પછવાડે જોવાઈ ગયું.

દૂરથી એણે જીણી નજરે જોયું. અંધી છોકરી ઝંડૂરના ખોળામાં બેઠી બેઠી ઝંડૂરના હોઠ પર હાથ ફેરવતી હતી. ઝંડૂર એને કશુંક પૂછતો ને કહેતો હતો : “ તારી માં છે ને, હેં ને, તે આઇ લાકડાં વીણવા ગઈ છે, ને મને કે’ટી ગઈ છે કે મારી છોડીને ઘેર લેતા આવજો, હો?”

“હો.”

છોકરીના આંગળાં ઝંડૂરના હોઠ પરથી જાણે શબ્દો વીણતાં હતાં. આ પૂર્વે છોકરીના દૂધાળા ને ગામડા હાથ માના મોં સિવાય કોઈના મોં ને સ્પર્શ નહોતા પામ્યા. અંધાને હમેશાં આંગળી આંખો ફૂટે છે. અંધાઓ પ્રેમ , પ્રકોપ અને મમતા- નિષ્ઠુરતાની વાચાને સામા માનવીના સ્પર્શ વડે ઉકેલતાં હોય છે. પોતાને મળનાર માનવીની આંખો અમીભરી છે કે રોષ-રાતી છે, એવી અંધાંને ખબર નથી પડતી. એટલે પાકી ખાતરી કરવા સારુ એ અડ અડ કરે છે. લાકડાંના ભારા ખેંચનારી કજાત ઓરતને છોકરીનો એવો સ્પર્શ સહેવા એની મા સિવાય બીજું કોઈ તૈયાર નહોતું. છોકરીને એવો પરાયો માનવી આ પહેલો જ મળ્યો. ભોગવાની વેકૂરીમાંથી ઉઠતી ભડ ભડ વરાળોમાં ભૂંજાતા બે માતૃહીન બાળકો અન્યોન્યાનાં ઉપકારકો ને આશ્રિતો બની રહ્યાં હતાં.

ઝંડૂરને પણ આજ પ્રથમ-પહેલી એક શાતા વળી. એના ફાટેલા હોઠને જોનારાં તમામ આજ સુધી એની સામે દાંતિયાં કરતાં, અને ખીજવતાં, એને કાંકરીઓ મારતાં, ને એનાથી બીને ચીસ પાડીને વેગળાં