આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૩
વસુંધરાના વહાલાં-દવલાં
 



19

ભાગી નીકળો !

રૂપનગરની દીવાલે દીવાલ પર અક્ષરો પુકારતા હતા :

હજારો વર્ષ પરની જિપ્સી ઓલાદ.
*
યુગાન્તરોથી ચાલી આવતી જિપ્સી જાત.
*
અગણિત સદીઓ પૂર્વે હસાતું હતું તે હાસ્ય.
*
હજારો વર્ષ પૂર્વેની ઓલાદનો વંશજ ગધેડો.
*
સૃજન-જૂના એના ભૂંકાંણ-સૂરો.
*
કલાપ્રેમી ને સંસ્કૃતિપ્રેમી નગરજનો !
આપણા કીર્તિવંત અને કાળલુપ્ત ભૂતકાળના આ વારસદારોને
જોવા, સુણવા, સત્કારવાની
આ સોનેરી તક ચૂકશો નહિ. '

રૂપનગરના બંગલાઓ સળવળી ઊઠ્યા હતા. પચીશ રૂપિયાની ટિકિટો ખપાવવા સન્નારીઓની મોટરો ખરે બપોરે દોટ કાઢી રહી હતી. એક રૂપિયાની ટિકિટ-ઑફિસો પર સંસ્કૃતિના ગરીબ પ્રેમીજનોએ દરોડા પાડ્યા હતા, એક રસિકચંદ્ર જેવા તો ચાર સેક્રેટરીઓ પ્રચારકામમાં લાગી પડ્યા હતા. જમવાનો સમય ન હોવાથી તેઓ કલાના ઉદ્ધાર ખાતર શરબતો અને આઇસ્ક્રીમની રકાબીઓથી ચલાવી લેતા હતા. એ ચારનાં માથાં ભાંગે તેવા પાંચ કલાકારો રંગભૂમિની સજાવટમાં, પ્રકાશની