આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨
વસુંધરાના વહાલાં-દવલાં
 

એ કરવા લાગી. બપોર સુધી એ કોઈ માનવી આવશે તેવી આશાએ બેઠી.શેઠના પુત્ર પ્રતાપની ઘોડીના રૂમઝુમાટ સાંભળવા એણે સીમાડા સુધી કાન માંડ્યા. એ આવે તો બીજું તો કાંઈ નહિ એક ડબો ગ્યાસલેટ મોકલે ને, તોય હું શબને છાંટી સળગાવી નાખું.

પ્રતાપ તો ન આવ્યો, પણ ગામના પોલીસ-પસાયતા આવ્યા. તેમણે પણ દૂર ઊભે ઊભે થૂ થૂ કર્યું ને તાકીદ કરીઃ "છોડી, મરદું ક્યાં સુધી ગામને પાદર પડ્યું રાખીશ ? આમાંથી તો મરકી ફાટશે."

"શું કરું ?"

ઇંધણાં મંગાવ. પૈસા દબાવીને કેમ બેઠી છો? લાવ, અમે તજવીજ કરી દઈએ."

તેજબાને ખબર હતી કે બાપે રૂપિયાનું ભરેલું જૂનું એ મોજું ક્યાં મૂક્યું છે. પણ જીવતા જીવને માટે જે પૈસા વાપરી નથી શકાતા તે મુર્દા પર ખરચવાની નાદાની એના દિલને ન અડકી શકી, અને એને આખર સુધી સમજાવટ, ધમકી, ગાળોની રમઝટ તેમ જ મારવાનો ડર પણ ન ચળાવી શક્યો. તે જોઈ નિરાશ પસાયતા પાછા ગયા.

આખરે ગામમાંથી વાઘરીઓ આવ્યા. તેમણે પ્રથમ તો થોડે છેટે બેસીને બીડીઓ સળગાવી નિરાંતે પીધી. પછી એકે કહ્યું: "હવે રાત પડી જાવા દ્યો."

"કાં ?"

"લાકડાં કાંઇ ચોર્યા વગર મળવાનાં છે ?"

"તો પછી ખાઈ કરીને આવીએ."

"આ બાઈ આપણને નો ખવરાવે ?"

"ભાઈ, તમે બેસો તો હું આંહીં રાંધી દઉં. લોટ પડ્યો છે." તેજુએ કહ્યું.

"તો બેઠા છીએ."

પછી તો ડોસાની વાતો ચાલીઃ

"ડોસો પણ ઠાકરના ઘરનું માણસ હતો હો ! આપણા જેવા