આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૨
વસુંધરાના વહાલાં-દવલાં
 

જોયું, “કેમ, છે કાંઈ ?”

જવાબમાં અમરચંદ શેઠે એવી તો ગડબડગોટાળી વાણી વાપરી કે પોતે ને વેવાઈ સિવાય બીજા કોઈની મગડોર નહોતી એ કોઠાળા માયાળી પાંચશેરી પરખવાની.

“જુવાની છે, લફરામ વળગી જતાં વાર લાગે છે કાંઈ ? લીલું જેમ તમારી તેમ મારી પણ દીકરી છે ને? ઇનો જનમારો ના વણસી જાય તે માટે તો હું મારતે ઘોડે આવ્યો છું.”

“તેની ફિકરા નહીં.” લીલુના બાપને આ વાત બહુ વસમી ન લાગી, કેમ કે દૂપટ્ટાની નીચે એની હથેળીમાં જે રકમ લખાઈ હતી તે રકમ ગુમાવીને લીલુનો હેરફેર કરવાની એની હિંમત નહોતી."

"ફિકર તો એટલી કે," અમરચંદ શેઠે કહ્યું, "કંકોતરી લખી આપો એટલે હું ગુંજામાં જ ઘાલતો જાઉં. મારે ચાર ઉપર પાંચમો દિવસ થવા દેવો નથી."

"તમારી ખુશી રહે એમ કરું."

અને તે જ દિવસે બપોરે બાજઠ મંડાયો. તે પર કંકોત્રી લખાવા લાગી, તેની સાથે સ્ત્રીઓના કંઠમાંથી લગ્ન-ગીતના સ્વરો વછૂટ્યા:

ઘડીએ ઘડીએ વહુ કાગલ મોકલે
રાયવર વેલેરો આવ!
સુંદર વર વેલોરો આવ!
તારાં ઘડિયાં લગન રાયવર બહે જશે.

કંકોત્રીને ગજવામાં નાખીને ખડતલ શરીરવાળા અમરચંદ શેઠે પોતાની ઘોડીને પ્રતાપ ઉઘરાણીએ ગયેલો તે ગામડાં તરફ વહેતી મૂકી. પોતાની ઘોડીને પેઘડે પગ નાખીને ખીજડા-તળાવડીની નાની તંબુડીનું ધ્યાન ધરતો પ્રતાપ રાંગ વાળતો હતો તે જ ઘડીએ પિતાએ પુત્રની સાથે ઘોડી ભેટાડી દીધી. પ્રતાપને પિતા તે ક્ષણે ઝેરકોચલા જેવો કડવો લાગ્યો.

બાપ-બેટો રસ્તે પડ્યા અને પિતાએ વાત ઉચ્ચારી : "લગન