આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૬
વસુંધરાના વહાલાં-દવલાં
 

કરી નાખીએ. આ જુવાન બાઈ બાપડી જગ બત્રાશીએ ચડશે."

પણ તેજુએ તો છોકરાને જોવાની હઠ લીધી હતી. " મને મારું ફૂલ બતાવો, મારું બાળ મારે થાનોલે લાવો."

"અરે બાઈ, તારું ફૂલ નથી. તારું કલંક છે."

"કલંકને ય હું કપાળની કાળી ટીલડી કરી ચોડીશ. મને મારું જણ્યું સુંઘાડો. મારે એની સુવાસ લેવી છે."

"મરવા દ્યો ને એને? વળી ક્યાંક કોકનું નખોદ કાઢશે. આપણાં છોકરાંને ભરખી જાશે. એને તો રાજી રાખ્યે જ સારાવટ છે." એમ વિચારીને વાઘરાંઓએ તેજુબાના હયા પર ગોરો ગોરો બાળક મૂક્યો. તે વખતે તેજુના અંતરના ઊભરાઓ એનું ચિત્ત ભ્રમિત કરી મૂક્યું. એ હતી તે કરતાં વધારે અબોલ બની ગઈ.

તેજુ છોકરાને મોટો કરતી હતી, તેની સાથોસાથ અમરચંદ શેઠના પુત્ર પ્રતાપના મકાન પર મેડી ચણાતી હતી. નવા મકાનનએએ વાસ્તુક્રિયાનો 'મીઠો કોળિયો' ખોઈમાં લઈને ગામનાં વાઘરાં ગીતો લલકારતાં પાછાં આવતાં, ને વાતો કરતાં કે તેજબાઇને તો છૂપી છૂપી મીથાઈઓ આવશે. એ શા માટે એંઠ માગવા જાય?

અને રાતના ટાઢા પહોરે કૂબાના મોટા પર માણસો મળતા ત્યારે વાતો ચાલતી કે:

"પરતાપ શેઠે તખુભા દરબારની જમીન મંડાણમાં રાખી લીધી."

"એક મહિના મોર્ય તો અગરસંગ જીજીની જમીન રાખી'તી ને?"

"રાખે, ગામ આખું ઘેરે કરશે. સમ્પત છે ને ભાઈ? આવતો છે."

"પણ આટલા બધા રૂપિયાનો મે ક્યાંથી વરસ્યો? હાટડામાં તો સળેલાં ખોખાં ઈળુંવાળો ગોઅ જ છે હજી."

"બે ભાણિયું વટાવીને!"

"એના કેટલા ઊપજ્યા હશે?"

"છોડિયુંના રૂપ ત્ અનોધાં હતાં, ભાઈ!"