આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૧
વસુંધરાના વહાલાં-દવલાં
 

તેજુડી છે. એના નાનકડા પગોએ દોટ કાઢી. એ કૂતરીની ને છોકરાઓની આડે દોડ્યો. ચીસો પાડતો કહેવા લાગ્યો: "માલી ભાગજે ! મા ભાગજે ! માલીને માલે છે. માને માલે છે."

હુમલા કરનારા છોકરાઓ અને કૂતરાઓની આડા આવેલી બાલકે કૂતરીને પોતાના હુમલાખોરોના ઝપાટામાંથી સલામત બચી નીકળવાનો વખત કરી આપ્યો : એણે રડતાં રડતાં રાજી થઈ જઈને કહ્યું : ' મા ભાગી ! મા ગઈ! માને કોઈએ માલીને !' ને પછી છોકરો ચકલાંને પાની પીવાની ઠીબની એંધાણીએ પાછો કૂબાને ઓટે જઈ માની વાટા જોતો સાંજ સુધી પાણી પીધા વગર બેઠો રહ્યો. સામ્જે મા આવી ત્યારે છોકરાએ માને મોંએ ને હાથે અપ્ગે હાથ ફેરવ્યા : માની સામે ટીકી ટીકીને જોઈ રહ્યો. " મા, વાગ્યું થે? મા, ભાગી ગઈ'તી ? મ, છોકલા પાણકા માલતા'તા!"

બાળક કયા પાણકાની ને કયા ભાગવાની વાત પૂછતો હતો તે ન સમજનારી મા માત્ર બાલકને ખોળે બેસાડી મલકતી જ રહી.


7

રસ્તો નીકળે છે

અમરચંદ બાપા અને પોલીસ-મુખી એક વાર પાછા મલ્યા. તેમનું મિલનસ્થાન એ જૂને હાટડી જ હતી. પ્રતાપે કરાવેલી નવી દુકાનનું અમરચંદ શેઠને કશું જ આકર્ષણ નહોતું. એ તો સમજતા ને કહેતા : સારા પ્રતાપ આ હાટડીના, આ હાટડીએ જ આપણો દી' વાળ્યો છે. આ હાટડી એકેય દી' બંધબારણે ન રહેવી જોઇએ. પોતે આમ બહાર ગયા હોય ત્યારે પણ આ હાટડીમાં પ્રભાતે ને સાંજે દીવો સૌ પહેલો થવો જોઈએ એ એમનો નિયમ હતો.