આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૫
વસુંધરાના વહાલાં-દવલાં
 

પોતાની જીભ ફરી ફરીને હોઠ પર ફેરવી. એના હોઠ અને જીભ પોતાની યાદદાસ્તને તાજી કરતા હતા. માણસનું મગજ ક્યાં હોય છે તે તો દેહના વિજ્ઞાનીનો જાણે છે ને જણાવે છે. એટલે જ બાળકા પોતાને ધાવણ દેતી બંધ પાડનાર જનેતાને ભૂલી જઈ પોતાને ધવરાવનાર કૂતરીને વિશેષ યાદ કરે છે. નવા બાળકનાં હોઠ ને જીભ છ મહિના પરના પહેલા દિવસના બપોરની કૂતરી તો યાદ ન આવી, પણ મોમાં અડકેલ એના સુંવાળાં આંચળ સાંભર્યા. એ આંકળની સુંવાળપ શોધતો બાળક દરવાજે આવ્યો. દરવાજાની અંદર ફાનસ હતું ને બહાર અજવાળું હતું. અજવાળાની બિહામણી સૃષ્ટિમાં જે નહોતું તેને અંધારાની દુનિયા સંધરીને બેઠી હશે તો ? દરવાજા પર બાળકે હાથ પસાર્યા, દરબાજો બંધ હતો. હાથ ચેક નીચે સુધી ગયા ત્યારે ભોંય અને દરવાજાનાં કમાડને વચ્ચે એને ગાળો લાગ્યો. બીડેલામ બારણાંની ઝીણી ચિરાડમાંથી પણ બહાર નીકળવાનો બેવકૂફ પ્રયાસ માનવી કરતો આવ્યો છે. માના ગર્ભાશયની સંપૂર્ણ સલામતી પણ માનવીને મુક્તા જીવનની ઝંખના પાસે તુચ્છ લાગી છે. જીવનનો એ અનાહત નાદ છે. એ જ પ્રકૃતિનું તત્વ છે. બીજી તમામ વિકૃતિ છે. નાનો બાળક કોઈના પણ શીખવ્યા વગર દરવાજા હેઠળના સાંકડા અને આણી દર સળિયાવાળા ગાળામાંથી બહાર નીકળ્યો. સળિયાના ગરજા (અણીઓ)એ એના શરીર પરની ચામડી ઉતરડીને લોહી ચાખ્યું. પણ મોકળાપણાનું એ મૂળી શી વિસાતમાં છે?

બાળક ભાંખોડિયાભર હતો. તેમાંથી ઊઠ્યો અને ચાલતો થયો. નવો પ્રદેશ એને આકાર્ષક લાગ્યો. અંધારાનો ભય માતાના ઉદરમાં સાડા નવ માસ પુરનાર માણવા-પ્રાણીની પ્રકૃતિનું તત્ત્વ નથી. એ ભય તો દુનિયાએ ભણાવેલું ભણતર છે. આ બાળકની આજ સુધીની સૃષ્ટિમાં એ ભય નહોતો પ્રવેશ્યો. અંધારું જાણે એને આંગળીએ વળગાડીને ચાલ્યું. પવન ફૂંકાતો હતો. પવને એના શરીરને નાની નાવ કરી નાખી ને અંધારું જાણેકે દરિયાનું અનંત કાળું જળ બની ગયું. મોકળી જિંદગીના